04 March, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૪ ટીમ વિશ્વના ૪ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરી રહી છે
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૪ ટીમ વિશ્વના ૪ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતીય ટીમ એશિયા ખંડ, ઇંગ્લૅન્ડ ટીમ યુરોપ ખંડ, સાઉથ આફ્રિકા ટીમ આફ્રિકન ખંડ અને ન્યુ ઝીલૅન્ડ ટીમ ઓશેનિયા/ઑસ્ટ્રેલિયા ખંડનું પ્રતિનિધિત્વ કરશે.
પહેલી વખત ૨૦૧૬ના T20 વર્લ્ડ કપમાં ૪ સેમી-ફાઇનલિસ્ટ ૪ અલગ ખંડોમાંથી મળી હતી. એ ૪ સેમી-ફાઇનલિસ્ટ ટીમોમાં ભારત, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ સિવાય વેસ્ટ ઇન્ડીઝ હતું જે નૉર્થ અમેરિકા ખંડના ટાપુ દેશનો સમૂહ છે. ૨૦૧૬ના વર્લ્ડ કપમાં પણ ભારત યજમાન દેશ હતો.
ભારત ૨૦ વખત
ઑસ્ટ્રેલિયા ૧૮ વખત
ન્યુ ઝીલૅન્ડ ૧૮ વખત
ઇંગ્લૅન્ડ ૧૬ વખત
પાકિસ્તાન ૧૬ વખત
સાઉથ આફ્રિકા ૧૫ વખત
શ્રીલંકા ૧૧ વખત
વેસ્ટ ઇન્ડીઝ ૧૧ વખત