RBI Alert: ભારતીય બૅન્કો પર વધ્યો સાયબર હુમલાનો ખતરો, આરબીઆઈએ જાહેર કરી ચેતવણી

18 March, 2024 02:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રિઝર્વ બૅન્કે બૅન્કોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બૅન્કને આશંકા છે કે આવનારા દિવસોમાં કેટલીક ભારતીય બૅન્કો પર સાયબર હુમલા વધી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રિઝર્વ બૅન્કે (RBI Alert) બૅન્કોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બૅન્કને આશંકા છે કે આવનારા દિવસોમાં કેટલીક ભારતીય બૅન્કો (RBI Alert) પર સાયબર હુમલા વધી શકે છે. આ ઍલર્ટની સાથે રિઝર્વ બૅન્કે બૅન્કોને સાયબર સિક્યોરિટી સુધારવા માટેના સૂચનો પણ આપ્યા છે.

સાવધાન રહેવાની સલાહ

બૅન્કિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હવાલાથી મનીકંટ્રોલના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બૅન્ક કેટલીક બૅન્કો (RBI Alert)ને સાયબર હુમલાના વધતા જોખમ માટે તૈયાર રહેવા કહ્યું છે અને જોખમ ઘટાડવા માટે સુરક્ષા વધારવાની પણ સલાહ આપી છે. આ ચેતવણીની સાથે, રિઝર્વ બૅન્કોને તે મુદ્દાઓ વિશે પણ જણાવ્યું છે, જ્યાં તેમને સાયબર સુરક્ષા સુધારવા માટે કામ કરવાની જરૂર છે.

તાજેતરમાં સેન્ટ્રલ બૅન્કે સમીક્ષા કરી

આરબીઆઈએ તાજેતરમાં જ જોખમોનો સામનો કરવા માટે બૅન્કોની તૈયારીઓની સમીક્ષા કરી છે. આ માટે, રિઝર્વ બૅન્ક દ્વારા સાયબર સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પરીક્ષા લેવામાં આવે છે, જેને CSight પણ કહેવામાં આવે છે. CSightમાં વિવિધ બૅન્કોની આપત્તિ વ્યવસ્થાપન તૈયારી, ઇન્ટરનેટ અને મોબાઇલ બૅન્કિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, છેતરપિંડી શોધ પ્રણાલી વગેરેની તપાસ કરવામાં આવે છે.

ડિજિટલ બૅન્કિંગમાં વૃદ્ધિ સાથે જોખમો વધ્યું

ડિજિટલ બૅન્કિંગમાં વધારો થવાથી સાયબર હુમલાના જોખમો પણ વધી ગયા છે. આ કારણોસર, સાયબર અને આઈટીની અલગથી સમીક્ષા કરવાની જરૂર છે. CSight હેઠળ RBIની ઇન્સ્પેક્શન ટીમ તમામ બૅન્કોની IT સિસ્ટમ્સનું સંપૂર્ણ નિરીક્ષણ કરે છે. તપાસ દરમિયાન તે વસ્તુઓની ઓળખ કરવામાં આવે છે, જે જોખમનું કારણ બની શકે છે. તે પછી બૅન્કોને કેવી રીતે ઠીક કરવી તે અંગે સલાહ આપવામાં આવે છે.

અગાઉ પણ ચેતવણી આપવામાં આવી

રિઝર્વ બૅન્ક પહેલાથી જ બૅન્કોને સાયબર ધમકીઓ સામે ચેતવણી આપી ચૂકી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે ગયા મહિનાની શરૂઆતમાં એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે બૅન્કિંગ સેક્ટરને નવા સાયબર જોખમો માટે તૈયાર રહેવું જોઈએ. તેઓ 9 ફેબ્રુઆરીએ 19મી બૅન્કિંગ ટેક્નોલોજી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.

૧૫ માર્ચ પછી પેટીએમ યુઝર્સ ફાસ્ટૅગ રીચાર્જ નહીં કરી શકે

નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ પેટીએમ ફાસ્ટૅગ યુઝર્સને ૧૫ માર્ચ સુધીમાં અન્ય બૅન્ક દ્વારા ઇશ્યુ થયેલા ફાસ્ટૅગ ખરીદવાની સલાહ આપી છે. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આનાથી નૅશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ડબલ ચાર્જ કે પેનલ્ટીથી મુક્તિ મળશે. પેટીએમ પૅમેન્ટ્સ બૅન્ક પરના પ્રતિબંધ વિશે આરબીઆઇએ જાહેર કરેલી ગાઇડલાઇન અનુસાર પેટીએમ ફાસ્ટૅગ યુઝર્સ ૧૫ માર્ચ પછી રીચાર્જ અથવા ટૉપ-અપ કરી શકશે નહીં. જોકે તેઓ નિર્ધારિત તારીખ બાદ ટોલ-ફી માટે વર્તમાન બૅલૅન્સનો ઉપયોગ કરી શકશે. એનએચએઆઇની શાખા ઇન્ડિયન હાઇવેઝ મૅનેજમેન્ટ કંપનીએ પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને બાદ કરતાં ૩૨ બૅન્કની યાદી જાહેર કરીને એમાંથી ફાસ્ટૅગ ખરીદવાની સલાહ આપી છે.

reserve bank of india cyber crime Crime News india national news