30 May, 2025 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમાં પાકિસ્તાની સેનાના ગોળીબારથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને અન્ય વિસ્તારોમાં ભારે નુકસાન અને જાનહાનિ થઈ છે જેના માટે રાહુલ ગાંધીએ રાહત અને પુનર્વસન પૅકેજ આપવાની માગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે...
રાહુલ ગાંધીએ પૂંછ જિલ્લાની લીધી હતી મુલાકાત
રાહુલ ગાંધીએ ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમણે પીડિત પરિવારોના દુઃખને મોટી ત્રાસદી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ.