Lok Sabha Election 2024: ચૂંટણી પહેલાં નાસ્તાનો ભાવ થયો નક્કી, ક્યાં કેટલો ખર્ચ કરી શકશે ઉમેદવાર?

29 March, 2024 03:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Election 2024: ભારતીય ચૂંટણી પંચ ઉમેદવારોના ખર્ચ પર પણ નજર રાખવાની છે. તેથી ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી દરેક નાની-નાની વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે

નાસ્તાની પ્રતિકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ વચ્ચે જ ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પણ સજ્જ થયું છે. ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

દેશના રાજ્યોમાં જ્યારે નાસ્તાની વાત આવે છે ત્યારે ચા અને સમોસાનું નામ સૌથી પહેલા લેવાય છે. માટે જ લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ જિલ્લા ચૂંટણી (Lok Sabha Election 2024) સમિતિઓ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવાની પ્રક્રિયાના ભાગરૂપે ખર્ચના દર નક્કી કરી લેવામાં આવ્યા છે.

ચૂંટણી પંચ હવે ઉમેદવારોના ખર્ચ પર પણ રાખશે નજર 

હવે ભારતીય ચૂંટણી પંચ ઉમેદવારોના ખર્ચ પર પણ નજર રાખવાની છે. તેથી ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી દરેક નાની-નાની વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે જો ઉમેદવાર તેના કાર્યકરો માટે ચા-પાણી અથવા તો ભોજનની વ્યવસ્થા કરે છે તો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ હિસાબ આપવાનો રહેશે. દરેક જિલ્લાઓ માટે આ કિંમતો નક્કી કરવામાં આવી છે.

કયા રાજ્યો માટે કેટલી કિંમત નક્કી કરવામાં આવી છે 

આંધ્રપ્રદેશ સહિત મોટાભાગના રાજ્યોમાં લોકસભા ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા 95 લાખ રૂપિયા નક્કી કરી આપવામાં આવી છે. જોકે, અરુણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમમાં નિશ્ચિત ખર્ચ થોડો ઓછો છે. અહીં ખર્ચ મર્યાદા પ્રતિ ઉમેદવાર 75 લાખ રૂપિયા આપવામાં આવી છે. તે જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખર્ચની મર્યાદાની વાત કરવામાં આવે તો તે ઉમેદવાર દીઠ રૂ. 75 લાખથી રૂ. 95 લાખની વચ્ચે આપવામાં આવી છે.

Lok Sabha Election 2024: જાલંધરની વાત કરવામાં આવે તો અહીં છોલે ભટુરેની કિંમત 40 રૂપિયા પ્રતિ થાળી નક્કી કરવામાં આવી છે.  આ સાથે જ મટન અને ચિકનની કિંમત અનુક્રમે 250 રૂપિયા અને 500 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. તે જ રીતે પ્રચાર દરમિયાન મીઠાઈઓ પણ વાપરવામાં આવતી હોય છે. દરેક ઉમેદવાર માટે દોડા મીઠાઇ માટે પ્રતિ કિલો રૂ. 450 અને ઘી પિન્ની મીઠાઇ પર રૂ. 300 પ્રતિ કિલો અને લસ્સી અને લીંબુ શરબત પર રૂ. 20 અને રૂ. 15 પ્રતિ કિલો ખર્ચ કરી શકાય છે તેવું કહેવામાં આવ્યું છે.

ચૂંટણી (Lok Sabha Election 2024) પ્રચાર માટે ચેન્નાઈની વાત કરવામાં આવે છે ત્યારે આ શહેરમાં ચાની કિંમત 10 રૂપિયાથી વધારીને 15 રૂપિયા અને કોફીની કિંમત 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ચિકન બિરયાનીનો દર 180 રૂપિયાથી ઘટાડીને 150 રૂપિયા પ્રતિ પેકેટ કરવામાં આવ્યો છે.

national news delhi news new delhi chennai jalandhar election commission of india Lok Sabha Election 2024 india