‘રામ’ ઉતર્યા ચૂંટણીના મેદાનમાંઃ અરુણ ગોવિલ લડશે ઉત્તર પ્રદેશના મેરઠથી

25 March, 2024 08:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Election 2024: મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલને રિપ્લેસ કર્યા શ્રી રામે

અરુણ ગોવિલની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટી - બીજેપી (Bharatiya Janata Party - BJP)એ લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) માટે ઉમેદવારોની પાંચમી યાદી (BJP 5th List) જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં અનેકના નવા નામ છે તો અનેક જુના નેતાઓને પડતાં મુકવામાં આવ્યાં છે. આ યાદીમાં રામાનંદ સાગર (Ramanand Sagar)ની ‘રામાયણ’ (Ramayan)માં રામ (Ram)ની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ (Arun Govil)ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut)માંથી ટિકિટ આપવામાં આવી છે.

‘રામાયણ’ ફૅમ ૬૬ વર્ષીય અભિનેતા અરુણ ગોવિલે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં જાહેર કરાયેલા ૧૧૧ લોકોમાં હતા. અરુણ ગોવિલે ત્રણ વખતના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ (Rajendra Agarwal)ને રિપ્લેસ કર્યા છે. રાજેન્દ્ર અગ્રવાલનો વર્ષ ૨૦૦૪થી મેરઠ બેઠક પર કબજો હતો. મેરઠની બેઠક પર રાજેન્દ્ર અગ્રવાલની જીતની હેટ્રિક હતી. હવે અરુણ ગોવિલ ભાજપની આ સીટ પર કેટલા વોટથી જીત મેળવે છે તેના પર સહુની નજર રહેશે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની યાદીમાં નામ આવ્યા બાદ અરુણ ગોવિલે સોશ્યલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, ‘શ્રી નરેન્દ્ર મોદીજી અને પસંદગી સમિતિનો હૃદયપૂર્વક આભાર કે જેમણે મને મેરઠના સાંસદ ઉમેદવાર બનાવીને મને આટલી મોટી જવાબદારી સોંપી છે. હું ભાજપના વિશ્વાસ અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના તમામ પ્રયાસો કરીશ. જય શ્રી રામ.’

જણાવી દઈએ કે, પીઢ અભિનેતા અરુણ ગોવિલ વર્ષ ૨૦૨૧માં ભાજપમાં જોડાયા હતા અને તેમની સરકારની નીતિઓ અને રાજકીય વાર્તાઓને બદલવા માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (BJP Central Election Committee)ની બેઠકમાં લાંબા વિચાર-મંથન પછી ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડવામાં આવી છે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (Jagat Prakash Nadda), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanat) અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

નોંધનીય છે કે, ભાજપે તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ૧૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ૬ અને બિહાર (Bihar)ના ૧૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાત (Gujarat)માંથી ૬, હરિયાણા (Haryana)માંથી ૪, હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માંથી ૨, ઝારખંડ (Jharkhand)માંથી ૩, કર્ણાટક (Karnataka)માંથી ૪, કેરળ (Kerala)માંથી ૪, મહારાષ્ટ્ર (Maharashtra)માંથી ૩, ઓડિશા (Odisha)માંથી ૧૮, રાજસ્થાન (Rajasthan)માંથી ૭, તેલંગાણા (Telangana)માંથી ૨, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી ૧૩, પશ્ચિમ બંગાળ (West Bengal)માંથી ૧૯ તેમજ સિક્કિમ (Sikkim), મિઝોરમ (Mizoram) અને ગોવા (Goa)માંથી એક-એક ઉમેદવાર છે.

Lok Sabha Election 2024 Lok Sabha bharatiya janata party uttar pradesh meerut ramayan narendra modi political news indian politics national news