02 August, 2025 07:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સંસદમાં રજૂ થયેલા આંકડા પ્રમાણે ભારત સરકારે છેલ્લાં ૪ વર્ષમાં ૭૮,૧૩૫ હેક્ટરથી વધુ વન્યજમીનનો વિવિધ પ્રકલ્પો માટે વપરાશ કર્યો છે. સૌથી વધુ મધ્ય પ્રદેશમાં ૧૭,૩૯૩ હેક્ટર વન્યજમીનનો વપરાશ પ્રોજેક્ટ્સ માટે થયો છે. ત્યાર બાદ ઓડિશામાં ૧૧,૦૩૩ હેક્ટર, અરુણાચલ પ્રદેશમાં ૬૫૬૧ હેક્ટર, ઉત્તર પ્રદેશમાં ૫૪૮૦ હેક્ટર અને છત્તીસગઢમાં ૪૦૯૨ હેક્ટર વન્યજમીન સરકારના વિવિધ પ્રકલ્પો માટે વપરાઈ છે. ગુજરાતમાં ૪૯૫૯ હેક્ટર, ઝારખંડમાં ૪૪૩૧ હેક્ટર, રાજસ્થાનમાં ૪૧૮૦ હેક્ટર અને મહારાષ્ટ્રમાં ૩૬૦૩ હેક્ટર વન્યજમીન પર સરકારે પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.