Delhi Fire News: ગૃહમંત્રાલયનાં બીજા માળે ફાટી આગ, ઝેરોક્ષ મશીન સહિત દસ્તાવેજ થયાં રાખ

16 April, 2024 03:04 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Fire News: માહિતી મળતાંની સાથે જ આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

ગૃહમંત્રાલયની ફાઇલ તસવીર

દિલ્હીમાંથી સમાચાર (Delhi Fire News) સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA)ની ઓફિસના બીજા માળે આગ ફાટી નીકળી હતી. ગૃહ મંત્રાલયનાં બીજા માળે આગ લાગવાની માહિતી મળતાંની સાથે જ ફાયર વિભાગનાં કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. 

શું જણાવ્યું હતું ફાયર વિભાગનાં અધિકારીઓએ?

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતાંની સાથે જ આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે આ આગ (Delhi Fire News)ને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા તે સૌ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. 

કેટલી ગાડીઓ પહોંચી ગઈ હતી ઘટનાસ્થળે?

પ્રાપ્ત માહિતી અનુસાર માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાની ઘટના લગભગ સવારે બની હતી. ત્યારબાદ તેને ઓલવવાનાં સઘન પ્રયાસ હાથ ધરાયા હતા.

કેટલા વાગ્યે લાગી હતી આગ? ક્યારે મેળવાયો આ આગ પર કાબૂ?

એવા અહેવાલ છે કે આ આગ (Delhi Fire News)ને સવારે જ 9.35 વાગ્યા સુધીમાં ઓલવી દેવામાં આવી હતી. માહિતી છે કે ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે સવારે લગભગ 9.20 વાગ્યે આગની માહિતી મળી હતી. ત્યારબાદ ફાયર ફાઈટરોએ 9.35 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી.

આગમાં કઈ કઈ માલમત્તાને નુકસાન પહોંચ્યું હતું?

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ આગમાં ઝેરોક્ષ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોને નુકસાન થયું હતું. આ આગને કારણે તે નષ્ટ થયા હોવાની પણ બાતમી છે. 

કોણ કોણ હાજર હતું આગ લાગવાના સમયે? શું કોઈ જાનહાનિ પણ થઈ છે?

એવા અહેવાલો છે કે આ ઘટના (Delhi Fire News)માં કોઈ જાનહાનિની માહિતી નથી. આ સાથે જ જાનહાનિ મુદ્દે અધિકારીએ જણાવ્યું કે આગના સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિલ્ડિંગમાં હાજર ન હતા, પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા. પરંતુ કોઈ જ જાનહાનિનાં સમાચાર નથી. 

રવિવારે કોટામાં એક બૉયઝ હોસ્ટેલમાં ફાટી નીકળી હતી આગ 

પ્રાપ્ત માહિતી અનુસાર બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગમાં રવિવારે સવારે ભયંકર આગ ફાટી નીકળી હતી જેમાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, એવા અહેવાલ છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

હોસ્ટેલને સીલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો

લક્ષ્મણ વિહારમાં આદર્શ રેસીડેન્સી હોસ્ટેલમાં બનેલી ઘટનાની નોંધ લેતા કોટા જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષાના પગલાંનું પાલન ન કરવા અને ફાયર એનઓસી (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ)ની ગેરહાજરી માટે હોસ્ટેલને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. એમ રાકેશ વ્યાસ, આગ કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.

fire incident delhi news new delhi home ministry amit shah national news india