Coronavirus Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,206 કેસ નોંધાયા, 295ના મૃત્યુ

29 March, 2021 11:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 169 દિવસમાં સૌથી વધુ કેસ રવિવારે નોંધાયા

ફાઈલ તસવીર (તસવીર: સમીર આબેદી)

કોરોના વાયરસ (COVID-19)ની પરિસ્થિતિ દેશમાં ફરી ખરાબ થઈ રહી છે. બીજી લહેરમાંથી કોઈ રાજ્ય બાકાત નથી રહ્યું. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં સૌથી વધુ નવા કેસ ભારતમાં નોંધાયા છે. રવિવારે દેશમાં 68,206 નવા કેસ નોંધાયા હતાં. છેલ્લા 169 દિવસમાં આ આંકડો સૌથી મોટો છે. આ પહેલા ગત વર્ષે 10 ઓક્ટોબરે 74,418 કેસ નોંધાયા હતા. તેમજ રવિવારે 32,149 લોકો સાજા થયા હતા અને 295 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. 138 દિવસ બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં દેશમાં 5,18,767 એક્ટિવ કેસ છે. જ્યારે ગત વર્ષે 9 નવેમ્બરના રોજ દેશમાં 504,873 એક્ટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકો કોરોના વાયરસ મહામારીની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્ર

રવિવારે રાજ્યમાં કોરોનાના 40,414 નવા દર્દીઓ નોંધાયા હતા. 17,874 સાજા થયા હતા અને 108 લોકો મૃત્યુ પામ્યા હતા. આ એક જ દિવસમાં નોંધાતા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા રાજ્યમાં 26 માર્ચે 36,902 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 27.13 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી 23.32 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 53,101 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, અહીં 3.25 લાખ એક્ટિવ કેસ છે.

ગુજરાત

રવિવારે રાજ્યમાં 2,270 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. 1,605 દર્દીઓ સાજા થયા હતા અને 8 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી 2.84 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 4,492 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 11,528 એક્ટિવ કેસ છે. 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં 407 કેસ નોંધાયા હતા અને ત્યારથી દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

દિલ્હી

રવિવારે રાજધાની દિલ્હીમાં 1,881 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. તે પહેલા 28 માર્ચે, 1,558 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 952 દર્દીઓ સાજા થયા હતા અને 9 લોકોનાં મોત થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 6.57 લાખ લોકો મહામારીની ચપેટમાં આવી ચુક્યા છે. જ્યારે 6.39 લાખ લોકો સાજા થયા છે અને 11,006 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,545 એક્ટિવ કેસ છે.

પંજાબ

રવિવારે રાજ્યમાં 2,870 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 2,155 સાજા થયા, જ્યારે 69 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.31 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી 2.01 લાખ લોકો સાજા થયા છે અને 6,690 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 23,917 એક્ટિવ કેસ છે.

હરિયાણા

રવિવારે રાજ્યમાં 1,392 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 673 લોકો સાજા થયા હતા અને 9 લોકોનાં મૃત્યુ થાય હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.87 લાખ લોકો ચપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 2.75 લાખ લોકો સાજા થઈ ગયા છે અને 3,141 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 9,120 એક્ટિવ કેસ છે.

રાજસ્થાન

રવિવારે રાજ્યમાં 1,081 કેસ નોંધાયા હતા. જ્યારે 278 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને બે લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.30 લાખ દર્દીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 3.20 લાખ સાજા થઈ ગાય છે અને 2,813 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,159 એક્ટિવ કેસ છે.

મધ્યપ્રદેશ

રવિવારે રાજ્યમાં 2,276 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 1,075 લોકો સાજા થયા હતા અને 11 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.88 લાખ લોકો કોરોની ચપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 2.70 લાખ લોકો સાજા થયા છે અને 3,958 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 14,185 એક્ટિવ કેસ છે.

coronavirus covid19 national news maharashtra gujarat new delhi punjab rajasthan madhya pradesh haryana