Salman Khan Firing Case: બે આરોપીઓ પોલીસ કસ્ડીમાં, વધુ બે આરોપીઓની પંજાબમાંથી ધરપકડ

25 April, 2024 07:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Firing Case: ધરપકડ કરાયેલા આરોપીઓની કસ્ટડી ૨૯ એપ્રિલ સુધી લંબાવાઈ, તેમની પાસે ૪૦ ગોળીઓ હોવાનું કબુલ્યું

ધરપકડ કરાયેલા આરોપીઓની ફાઇલ તસવીર

બૉલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન (Salman Khan) અત્યારે સતત ચર્ચામાં છે. સલમાન ખાન ઘરની બહાર ફાયરિંગ (Salman Khan Firing Case) ના કેસમાં મુંબઈ પોલીસ (Mumbai Police) એ ધરપકડ કરાયેલા બે આરોપીઓને કસ્ટડીમાં મોકલ્યા છે. તો આ કેસથી જોડાયેલા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ (Mumbai) માં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બનેલી ગોળીબારની ઘટનાના સંબંધમાં મુંબઈ પોલીસે આજે પંજાબમાંથી બે લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૩૭ વર્ષીય સુભાષ ચંદર (Subhash Chander) અને ૩૨ વર્ષીય અનુજ થાપન (Anuj Thapan) એ ૧૫ માર્ચે શરપકડ કરવામાં આવેલા શૂટર્સને પિસ્તોલ અને કારતુસ આપ્યા હતા. આજે બન્નેની પંજાબ (Punjab) માંથી ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે ગુરુવારે ધરપકડ કરાયેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપી સાગર પાલ (Sagar Pal) અને વિકી ગુપ્તા (Vicky Gupta) ની ચાર દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે બંનેને ૨૯ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને જણાવ્યું કે, ગુનો કર્યા બાદ બંને આરોપીઓએ ત્રણ વખત કપડા બદલ્યા હતા. મુંબઈમાં ગોળીબાર કર્યા બાદ ભાગતી વખતે આરોપીઓએ પહેલા બાંદ્રા (Bandra), પછી સાંતાક્રુઝ (Santacruz) અને પછી સુરત (Surat) માં કપડાં બદલ્યા હતા. તેણે પોતાનો દેખાવ બદલવાનો પણ પ્રયાસ કર્યો, જેથી તેને ઓળખી ન શકાય.

આ બંને આરોપીઓ સાગર પાલ અને વિકી ગુપ્તાએ ૧૪ એપ્રિલે સવારે પાંચ વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ (Galaxy Apartment) ની સામે ગોળીબાર કર્યો હતો. બન્ને બાઇક પર સવાર થઇને આવ્યા હતા અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન ખાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, બન્ને આરોપીઓ પાસે કુલ ૪૦ ગોળીઓ હતી. તેમાંથી પાંચ ગોળીઓ ગોળીબારમાં વપરાયા હતા. તેમની પાસેથી ૧૭ કારતુસ મળી આવ્યા છે. બાકીની ૧૮ ગોળીઓની શોધ ચાલુ છે. સરકારી વકીલે કહ્યું કેમ આ આરોપીઓને કોણ ફંડ આપી રહ્યું છે તેની પણ તપાસ કરવાની જરૂર છે.

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, આ બન્ને આરોપીઓ બિહારના રહેવાસી છે. આવી સ્થિતિમાં આ બંનેને નાણાં કોણ પૂરું પાડતું હતું? આપણે આ શોધવાનું છે. વકીલે કહ્યું, આ બંનેને સલમાન ખાન સાથે કોઈ દુશ્મની નથી, તો શા માટે તેઓએ તેના ઘરે ગોળીબાર કર્યો? તેમને કોણ અને કેવી રીતે આદેશ આપતું હતું. આ શોધવું પડશે. છેવટે, રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી તે તેમના સંપર્કમાં કોણ છે અને કેવી રીતે સંપર્કમાં છે તે જાણવું મહત્વપૂર્ણ છે?

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પાસે બે મોબાઈલ ફોન હતા. જેમાંથી એક મોબાઈલ મળી આવ્યો છે, બીજાની શોધ ચાલી રહી છે. આરોપીઓ મોબાઈલ દ્વારા ત્રીજી વ્યક્તિના સંપર્કમાં હતા. આ લોકો અમુક વાઈફાઈનો ઉપયોગ કરીને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. આની પણ તપાસ થવી જોઈએ.

આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે, આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેને જે કંઈ ખબર પડી તે તેણે પોલીસને જણાવે છે. આ કારણોસર તેમને જેલ કસ્ટડીમાં મોકલવા જોઈએ.

Salman Khan salman khan controversies mumbai crime branch crime branch mumbai police mumbai mumbai news punjab haryana surat Crime News mumbai crime news