Nitin Gadkari Speech: તો.. શું નીતિન ગડકરીના દીકરાઓ પણ કરશે રાજકારણમાં એન્ટ્રી? આપી નેતા તરીકે સંતાનોને સલાહ

24 March, 2024 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nitin Gadkari Speech: તેઓએ સંબોધનમાં કહ્યું કે, “મારા પુત્રોને રોજગાર કેવી રીતે મળશે તેની મને ચિંતા નથી. મારો કોઈ પુત્ર રાજકારણમાં નથી"

નીતિન ગડકરીની ફાઇલ તસવીર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને આ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ શનિવારે તેઓએ નાગપુરમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકરોને સંબોધતા (Nitin Gadkari Speech) નીતિન ગડકરીએ એવું તો શું કહી દીધું કે તે ચર્ચાનો વિષય બની ગયો છે. 

નીતિન ગડકરીએ પોતાના પુત્રોને રાજકારણમાં આવવા માટે આ સલાહ આપી 

પ્રાપ્ત માહિતી અનુસાર નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં (Nitin Gadkari Speech) જણાવ્યું હતું કે, “મારો કોઈ પુત્ર રાજકારણમાં નથી. મેં મારા પુત્રોને કહ્યું છે કે જો તેઓ રાજકારણમાં આવવા માંગતા હોય તો પહેલા દીવાલો પર પોસ્ટર ચોંટાડો અને પાયાના સ્તરે કામ કરવાની શરૂઆત કરો” એટલું જ નહીં તેઓએ આગળ જણાવ્યું હતું કે, “મારા રાજકીય વારસા પર ભાજપના કાર્યકરોનો અધિકાર છે.” 

તેઓએ કહ્યું કે, “મારા પુત્રોને રોજગાર કેવી રીતે મળશે તેની મને ચિંતા નથી. મારો કોઈ પુત્ર રાજકારણમાં નથી. મેં મારા પુત્રોને કહ્યું છે કે મારા પુણ્યનો દુરુપયોગ કરીને રાજકારણમાં ન આવશો. જો તમારે રાજકારણમાં આવવું જ હોય તો પોસ્ટર લગાવો અને દીવાલો પર રંગ લગાવો. તમે લોકોની વચ્ચે જજો.”

વાસ્તવમાં, ભાજપે નીતિન ગડકરીને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે સતત ત્રીજી વખત નાગપુર સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર બનાવ્યા છે.

નીતિન ગડકરીએ જાતિવાદને નાબૂદ કરવા પર પણ મૂક્યો હતો ભાર 

નીતિન ગડકરીએ પોતાના સંબોધન (Nitin Gadkari Speech)માં પોતાના પુત્રોને રાજકારણમાં આવવા માટે સલાહ-સૂચનો તો આપ્યા હતા પણ સાથે જ જાતિવાદ ખતમ કરવા પર પણ ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનમાં આ મુદ્દે બોલતા તેઓએ કહ્યું કે તેઓએ જાતિવાદ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વળી કહ્યું કે નાગપુર તેમનો પરિવાર છે. તે જાતિવાદ નહીં કરે, સાંપ્રદાયિકતા નહીં કરે અને પીએમ મોદીએ આપેલા સૂત્ર સાથે કામ કરશે. તેઓએ વચન આપ્યું હતું કે તેઓ  `સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ`ના મંત્ર સાથે કામ કરશે. 

લોકોને મળવામાં માને છે નીતિન ગડકરી 

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “હું પોસ્ટરો, બેનરો અને પ્રલોભનોમાં બિલકુલ જ વિશ્વાસ કરતો નથી. હું લોકોને મળીશ, તેમની સાથે વાત કરીશ અને તેમના આશીર્વાદ મેળવીશ. હું લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવા માંગુ છું”

આગામી ચૂંટણી મુદ્દે શું કહ્યું નીતિન ગડકરીએ?

તેઓએ કહ્યું (Nitin Gadkari Speech) હતું કે `હું 5 લાખથી વધુ મતોથી ચૂંટણી જીતીશ. મને વિશ્વાસ છે કે હું આ વખતની લોકસભા ચૂંટણીમાં 5 લાખથી વધુ મતોથી જીતીશ. પોતાના સંબોધનમાં તેમણે જનતાનો આભાર માન્યો અને કહ્યું કે તમે બધાએ મને પ્રેમ આપ્યો છે, દેશમાં જે પણ કામ હું કરી શક્યો છું તે તમારા પ્રેમ અને સહયોગના કારણે જ થયો છું”

mumbai news mumbai nagpur nitin gadkari bharatiya janata party maharashtra news narendra modi Lok Sabha Election 2024