મુંબઈ પોલીસે ત્રણ મહિનામાં અધધધ આટલા કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું, કુલ ૯૪૩ કિલો માલ પકડ્યો

24 April, 2024 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 943 કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને શહેરમાં ડ્રગ રાખવાના 338 કેસોમાં કથિત રીતે સામેલ 410 લોકોની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે (Mumbai Police) આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 943 કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને શહેરમાં ડ્રગ રાખવાના 338 કેસોમાં કથિત રીતે સામેલ 410 લોકોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત 303 કરોડ રૂપિયા છે.

આંકડા દર્શાવે છે કે, શહેર (Mumbai Police)માં ગાંજો સૌથી વધુ પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ આ વર્ષે 516 કિલોગ્રામ ગાંજો અને 142 કિલોગ્રામ મેફેડ્રોન (MD) જપ્ત કરવામાં સફળ રહી છે, એમ આંકડા દર્શાવે છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મુંબઈ પોલીસે હેરોઈન જપ્તી સંબંધિત 10 કેસ નોંધ્યા હતા, હેરોઈન સંબંધિત કેસોમાં 12 લોકોની ધરપકડ કરી હતી અને 3.62 કરોડ રૂપિયાની કિંમતનું 1.24 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું.

પોલીસે (Mumbai Police) ચરસ જપ્ત કરવા સંબંધિત 16 કેસ નોંધ્યા હતા. ચરસ સંબંધિત કેસમાં 22 વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને 6.85 કરોડ રૂપિયાની કિંમતનું 21.15 કિલોગ્રામ ચરસ જપ્ત કર્યું હતું. પોલીસે ગાંજો જપ્ત કરવા સંબંધિત 197 કેસ નોંધ્યા છે, ગાંજો સંબંધિત કેસમાં 205 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને 1.59 કરોડ રૂપિયાની કિંમતનો 516.18 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

જ્યાં સુધી હાઈ-એન્ડ ડ્રગ્સનો સંબંધ છે, પોલીસે કોકેઈન જપ્તી સંબંધિત સાત કેસ નોંધ્યા છે, કોકેઈન સંબંધિત કેસોમાં 13 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને 11.39 કરોડ રૂપિયાની કિંમતનું 1.15 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. પોલીસે મેફેડ્રોન અથવા એમડી જપ્ત કરવા સંબંધિત 80 કેસ નોંધ્યા છે, એમડી સંબંધિત કેસોમાં 129 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને 280 કરોડ રૂપિયાની કિંમતનું 142.80 કિલોગ્રામ એમડી જપ્ત કર્યું છે. પોલીસે પ્રતિબંધિત કફ સિરપ સંબંધિત 27 કેસ પણ નોંધ્યા છે, આ કેસોમાં 28 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને 9.39 લાખ રૂપિયાની કિંમતની કફ સિરપ જપ્ત કરી છે.

ગયા મહિને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂા. 254 કરોડની કિંમતનું 122 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ ફેક્ટરીના માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી હતી. જ્યાં સુધી વપરાશના કેસોની વાત છે, આ વર્ષે પોલીસે ડ્રગના સેવનના 1991 કેસ નોંધ્યા હતા અને આ કેસોમાં 2009 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

પોરબંદરમાંથી 450 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ

ગુજરાત એટીએસની ટીમે એક ઑપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ટીમે તેમની પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ગુજરાતના પોરબંદર પાસેથી 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ટીમને લગભગ 450 કરોડથી વધારેનું ડ્રગ્સ અને નશાયુક્ત દવાઓ તાબે લીધી છે.

mumbai police mumbai mumbai news maharashtra maharashtra news