શિવસેનાના સવાલના જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા બિલને ટેકો નહીં: ઉદ્ધવ

11 December, 2019 10:48 AM IST  |  Mumbai

શિવસેનાના સવાલના જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા બિલને ટેકો નહીં: ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘શિવસેનાના સવાલ બાબતે સ્પષ્ટ જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા ખરડાને રાજ્યસભામાં સમર્થન આપવામાં નહીં આવે. એ ખરડાની વિગતવાર ચર્ચા જરૂરી છે. મોદી સરકારે નાગરિકતા ખરડાના અમલની મથામણને બદલે અર્થતંત્ર, રોજગારીની સમસ્યા, જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ, કાંદાના વધતા ભાવ જેવા મુદ્દાની ચિંતા કરવી જોઈએ. આ ખરડાને અને બીજેપીને સમર્થન આપે તે દેશભક્ત અને એનો વિરોધ કરનારા રાષ્ટ્રવિરોધી હોવાની ઊભી કરવામાં આવેલી ધારણાને આપણે બદલવી અનિવાર્ય છે.’

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બુધવારે રાજ્યસભામાં CAB Bill રજુ થશે
નાગરિકતા સંશોધન વિધેયક 2019 આજે રાજ્યસભામાં રજૂ થશે. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું હતું. આ બિલને ગૃહમંત્રી અમિત શાહ બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રજૂ કરશે. લોકસભામાં સાત કલાક સુધીની ચર્ચા બાદ, વિધેયકને 80ની તુલનામાં 311 મતના બહુમત સાથે પાસ કરવામાં આવ્યો. આ દરમિયાન 391 સભ્ય હાજર હતા. રાજ્યસભામાં કુલ 245 સાંસદ હોય છે, પણ હાલની સંખ્યા 240 છે. એવામાં બિલ પાસ કરાવવા માટે સરકારને 121 સાસંદોનું સમર્થન જોઇશે.

uddhav thackeray national news mumbai news maharashtra shiv sena