15 June, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલ
નવી મુંબઈના ન્હાવા-શેવાના ન્હાવા ગામમાં રહેતી ૨૩ વર્ષની ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલે ફ્લાઇટ ઊપડવાની થોડી મિનિટો પહેલાં જ પિતા મોરેશ્વર પાટીલને ફોન કરીને કહ્યું હતું કે હું લંડન પહોંચીશ એટલે તમને ફોન કરીશ. બે વર્ષ પહેલાં ઍર ઇન્ડિયા જૉઇન કરનારી મૈથિલીના પિતા ONGCમાં કૉન્ટ્રૅક્ટર હતા.
ન્હાવાના સરપંચ અને મૈથિલીના સગા જિતેન્દ્ર મ્હાત્રેએ કહ્યું હતું કે ‘મૈથિલી બારમા ધોરણ સુધી ટી. એસ. રહમાન ઇન્સ્ટિટ્યૂટમાં ભણી હતી. તેને ઍર-હૉસ્ટેસ જ બનવું હતું એટલે એ પછી ઍડ્વાન્સ કૉર્સ કર્યો હતો. તે બુધવારે ઘરે જ હતી અને મમ્મી પ્રમીલા તથા નાની બહેન સાથે આનંદમાં સમય ગુજાર્યો હતો. ફ્લાઇટ ઊપડતાં પહેલાં તેણે પપ્પાને ફોન કરીને કહ્યું કે હું લંડન પહોંચીને તમને ફોન કરીશ. જોકે તેનો ફોન તો ન આવ્યો, પણ ફ્લાઇટ ક્રૅશ થયાના સમાચાર જાણીને પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો.