મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્તો માટે મુકેશ અંબાણીએ કરી આટલા કરોડની સહાય

19 August, 2019 05:45 PM IST  | 

મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્તો માટે મુકેશ અંબાણીએ કરી આટલા કરોડની સહાય

દેશના અનેક રાજ્યોમાં હાલ પૂરન સ્થિતિ સર્જાઈ છે. ભારે થી અતિ ભારે વરસાદના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, બિહાર સહિત અનેક રાજ્યો પૂરના કારણે ભારે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદના કારણે ભારે તબાહી થઈ છે. વરસાદમાં બેઘર થયેલા લોકોને મદદ કરવા માટે અનેક લોકો આગળ આવી રહ્યાં. દેશના સૌથી ધનિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ લોકોને મદદ કરી છે. મુકેશ અંબાણીએ પૂરગ્રસ્તોના પૂનર્વાસ કાર્યમાં મદદ માટે મુખ્યપ્રધાન રાહત કોષમાં 5 કરોડ રુપિયાનું યોગદાન આપ્યું છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસને ચેક આપ્યો હતો.

મુકેશ અંબાણી પછી અમિતાભ બચ્ચને પણ મુખ્યપ્રધાન રાહત કોષમાં 51 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. અભિનેતાએ આ પહેલા પણ ખેડૂતોનાં દેવાની ચૂકવણી સિવાય અસમમાં પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં પૂનર્વાસ કાર્ય માટે યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડ્ણવીસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Chandrayaan 2 માટે મંગળવાર મહત્વનો, ચંદ્રની કક્ષામાં થશે સામેલ

ફડ્ણવીસે મુકેશ અંબાણીનો આભાર માનતા ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં રાહત પહોંચાડવા માટે મુખ્યપ્રધાન રાહત કોષમાં 5 કરોડ રૂપિયાના યોગદાન માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આભાર.' અમિતાભ બચ્ચનનો આભાર માનતા ફડ્ણવીસે લખ્યું હતું કે, આભાર બિગ બી, તમારુ યોગદાન કોલ્હાપુર, સાંગલી અને સતારા જેવા પૂર અસરગ્રસ્ત જિલ્લાઓમાં પૂનર્વાસ માટે મદદ કરવા અને બીજાને યોગદાન આપવા પ્રેરિત કરશે.

mukesh ambani amitabh bachchan gujarati mid-day