Chandrayaan 2 માટે મંગળવાર મહત્વનો, ચંદ્રની કક્ષામાં થશે સામેલ

શ્રીહરિકોટા | Aug 19, 2019, 11:48 IST

લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન 2 મંગળવારે સવારે 9.30 વાગે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન 2 સાત સપ્ટેમ્બરે ચંદ્ર પર લેન્ડ થવાનું છે. આ ઉપલબ્ધિ ઈસરો માટે એક માઈલસ્ટોન સમાન છે.

Chandrayaan 2 માટે મંગળવાર મહત્વનો, ચંદ્રની કક્ષામાં થશે સામેલ

લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન 2 મંગળવારે સવારે 9.30 વાગે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન 2 સાત સપ્ટેમ્બરે ચંદ્ર પર લેન્ડ થવાનું છે. આ ઉપલબ્ધિ ઈસરો માટે એક માઈલસ્ટોન સમાન છે. ચંદ્રયાન 2 22 જુલાઈએ શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઓછી કરવી પડશે સ્પીડ

ઈસરોના ચેરમેન કે સિવનના કહેવા પ્રમાણે ચંદ્રયાન 2 મંગળવારે સવારે સાડા નવ વાગે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરશે, આ ક્ષણ એક અઘરી પરીક્ષા છે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવા માટે તેના ગુરુત્વાકર્ષણમની અસરમાં પહોંચવા અંતરિક્ષ યાનની સ્પીડ ઓછી કરવી પડશે. આ માટે ચંદ્રયાન 2ની ઓનબોર્ડ પ્રોપેલ્શન સિસ્ટમને થોડા સમય માટે ફાયકર કરવામાં આવશે. આ દરમિયાન તમામ કમાન્ડ બરાબર પરફેક્ટ અને સાચા હોવા જોઈએ. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એક નાનકડી ભૂલ પણ ચંદ્રયાનને અનિયંત્રિત કરી શકે છે.

CHANDRAYAAN 2

એકવાર ફરી શરૂ થશે કક્ષા બદલવાની પ્રક્રિયા

ઈસોરના વૈજ્ઞાનિકોના મત મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ બાદ ચંદ્રયાન 2 31 ઓગસ્ટ સુધી પરિક્રમા કરતું રહેશે આ દરમિયાન ફરી એકવાર કક્ષા બદલવાની પ્રક્રિયા શરૂ થશે. મળતી માહિતી પ્રમાણે યાનને ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચડવા માટે ભ્રમણકક્ષામાં ચાર પરિવર્તન કરવામાં આવશે. આ તમામ મુશ્કેલીઓ પાર કરીને આખરે 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે, જ્યાં હજી સુધી કોઈ માનવનિર્મિત યાન નથી ઉતર્યુ.

CHANDRAYAAN 2

ચંદ્રયાન 2નો સંદેશ,'દરેક અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો'

કેટલાક દિવસો પહેલા ચંદ્રયાન 2એ પોતાની સારી સ્થિતિ અને શાનદાર યાત્રા માટે સંદેશો મોકલ્યો હતો. યાન તરફથી આવેલા મેસેજમાં કહેવાયું હતું,'હેલો. હું ચંદ્રયાન છું, વિશેષ અપડેટ સાથે. હું તમને સૌને કહેવા ઈચ્છું છું કે અત્યાર સુધીની મારી સફર શાનદાર રહી છે. હું ક્યાં છું? શું કરું છું ? તે જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો.' 22 જુલાઈએ લોન્ચ કરાયેલું ચંદ્રયાન 2 અત્યાર સુધીમાં ઘણા પરિવર્તનમાંથી પસાર થઈ ચૂક્યુ છે.

CHANDRAYAAN 2

બદલવામાં આવશે દિશા

ઈસરોના પૂર્વ પ્રમુખ કિરણકુમારે કહ્યું,'ચંદ્રની ચુંબકીય અસર 65,000ક કિલોમીટર સુધી છે. જેનો અર્થ એ છે કે આટલા અંતર સુધી તે અંતરિક્ષ પિંડોને ખેંચી શકે છે. આવતીકાલે એટલે કે 20 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 તેની કક્ષામાં લગભગ 150 કિલોમીટર દૂર હશે ત્યારે તેની દિશા બદલવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ દરમિયાન એક એવો વેગ પેદા થશે, જેનાથી ચંદ્રમાની કક્ષામાં યાન સહેલાઈથી પ્રવેશ કરી શક્શે. ચંદ્રયાન 2ની સ્પીડ ઓછી કરવાની સાથે દિશા પણ બદલાઈ જશે.' 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK