અમદાવાદમાં ધૂળની આંધી, રાજ્યભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું

18 May, 2019 06:33 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં ધૂળની આંધી, રાજ્યભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું

અમદાવાદમાં ધૂળની ડમરી ઉડી

રાજ્યમાં ગરમી હજીય પોતાની તાકાત બતાવી રહી છે. જો કે વાતાવરણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. ચોમાસું ભલે 6 જૂનથી શરૂ થવાનું હોય પરંતુ રાજ્યમાં અત્યારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત રાજ્યના સંખ્યાબંધ વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા છે. શનિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાન પલટો આવ્યો અને ધૂળની આંધી ઉઠી.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું થયું હતું. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો આ પહેલા સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં પણ શનિવારે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. અમરેલી અને ભાવનગરના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ સાવરકુંડલામાં વરસાદી ઝાપટા, પવન સાથે વરસાદ

ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. પરંતુ સામે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.આ પહેલા શુક્રવારે સાંજે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાને કારણે ત્રણ પશુઓના મોત થયા છે. ભારે પવનને કારણે 50થી વધુ મકાનોના પતરા ઉડતાં નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે 100થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

gujarat ahmedabad news