ઉદયપુરના ચાર મુસાફરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

13 June, 2025 11:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શુભ મોદી અને બાવીસ વર્ષની પુત્રી શગુન મોદી MBA ગ્રૅજ્યુએટ હતાં અને પિતાને બિઝનેસમાં મદદ કરતાં હતાં

શુભ મોદી અને બાવીસ વર્ષની શગુન મોદી

અકસ્માતગ્રસ્ત ફ્લાઇટમાં ઉદયપુરમાં રહેતાં ભાઈ-બહેને જીવ ગુમાવ્યો હતો. ઉદયપુરમાં માર્બલનો બિઝનેસ કરતા પિન્કુ મોદીના ૨૪ વર્ષના પુત્ર શુભ મોદી અને બાવીસ વર્ષની પુત્રી શગુન મોદી MBA ગ્રૅજ્યુએટ હતાં અને પિતાને બિઝનેસમાં મદદ કરતાં હતાં. શુભ અને શગુન લંડન ફરવા જઈ રહ્યાં હતાં. આ જ ફ્લાઇટમાં ઉદયપુરના રુન્દેડા ગામના બે પરિવારજન વારડીચંદ મેનરિયા અને પ્રકાશ મેનરિયા પણ મુસાફરી કરતાં હતા. તેઓ UKમાં શેફ તરીકે કામ કરે છે. તેઓ પરિવારને મળીને UK પાછા ફરતા હતા.

gujarat news gujarat ahmedabad udaipur plane crash air india