અમદાવાદમાં ત્રણ જ દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને સર્જરી કરીને બચાવી લેવાઈ

08 May, 2021 10:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કોરોનાના કેરથી બાળકો પણ બચી શક્યાં નથી

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સર્જરી પછી બચી ગયેલી ત્રણ દિવસની બાળકી અને મેડિકલ સ્ટાફ

ગુજરાતમાં કોરોનાના કેરથી બાળકો પણ બચી શક્યાં નથી ત્યારે અમદાવાદમાં જન્મના ત્રીજા દિવસે કોરોનાગ્રસ્ત બાળકી પર સિવિલ હૉસ્પિટલમાં ટ્રેકિયો ઇસોફેગલ ફિસ્ટુલા સર્જરી કરી ડૉક્ટરોની ટીમે તેને બચાવી લીધી હતી. સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના હેડ ડૉ. રાકેશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેતપુરના જગત ઝાલાની આ દીકરીના જન્મ બાદ ખોરાક લઈ શકતી નહોતી. તપાસ કરતાં ખબર પડી હતી કે આ બાળકીની અન્નનળી આખી બની નહોતી. તે કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ પણ હતી. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ આ બાળકીને બચાવી લેવા સર્જરી કરી હતી અને તેને બચાવી લીધી હતી.

coronavirus covid19 gujarat gujarat news ahmedabad