વાયુ વાવાઝોડા બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં વરસાદી માહોલ

17 June, 2019 10:29 PM IST  |  Ahmedabad

વાયુ વાવાઝોડા બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં વરસાદી માહોલ

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ

Ahmedabad : છેલ્લા 1 સપ્તાહમાં ગુજરાત રાજ્યમાં વાયુ વાવાઝોડાના ખતરો મંડરાયેલો હતો જે હવે ટળી ગયો છે. પરંતુ વાયુ વાવાઝોડાના યુ ટર્ન બાદ વરસાદી માહોલ બનતા અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ગરમીથી મહત્તમ રાહત મળી હતી. જ્યારે રાજ્યના અનેક શહેરોમાં પવનો ફૂંકાતા વાતાવરણ જીવંત બન્યું હતું. અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સમાન્યા વરસાદી ઝપટા પડી ચુંક્યા છે.

મેઘરાજાએ ગુજરાતમાં એન્ટ્રી લીધી
વાયુ વાવાઝોડાના ખતરા બાદ મેઘરાજાએ ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લેતા ગરમીનો પારો ઘટ્યો છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન
35.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે વરસાદી માહોલમાં પણ ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાઓ સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે. તેમજ લોકોએ કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ કર્યો છે.

આ પણ વાંચો : 'વાયુ' વાવાઝોડું અપડેટઃ કંડલા, મુંદ્રા, પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ

અમદાવાદમાં દિવસભર ભારે પવન ફુકાયો
અમદાવાદ શહેરમાં દિવસભર પવન ફુંકાતા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવા પડ્યો હતો. શિયાળાની લાંબી ઇનિંગ બાદ આગ ઓકતી ગરમી પડી હતી અને હવે મેઘરાજાએ એન્ટ્રી લીધી છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદના આગમનથી બધા ખુશ જોવા મળી રહ્યા છે. 

gujarat rajkot ahmedabad baroda vadodara surat