Video : જાણો રાહુલ ગાંધીને અમદાવાદમાં શાહી ભોજનમાં શું પીરસવામાં આવ્યું

11 October, 2019 04:25 PM IST  |  Ahmedabad

Video : જાણો રાહુલ ગાંધીને અમદાવાદમાં શાહી ભોજનમાં શું પીરસવામાં આવ્યું

રાહુલ ગાંધી (PC : ANI)

Ahmedabad : રાહુલ ગાંધી આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જોકે આ પહેલા તેમના પર સુરતમાં પણ કેસ થયો હતો અને હવે અમદાવાદમાં તેમની વિરૂદ્ધ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.



રાહુલ ગાંધીને અગાસિયામાં શાહી ભોજન પીરસવામાં આવ્યું હતું
અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા બાદ રાહુલ ગાંધીએ બપોરે રિલીફ રોડ પાસે આવેલી શહેરની જાણીતી હોટલ અગાસિયામાં જમવા માટે પહોંચ્યા હતા અને ત્યાર બાદ મેટ્રો કોર્ટ પહોંચ્યા હતા. અગાસિયામાં રાહુલ ગાંધીને શાહી ભોજન પીરશવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઢોકળા, મિક્ષ ભજીયા, સુખડી અને મસાલા વળી ખીચડી ખાધી હતી. તો રાહુલ ગાંધીએ સ્પેશિયલ સુખડી, પાતરા અને ખમણ, ઢોકળા, ભાખરી, સાદી ખીચડીનું શાહી ભોજન લીધું હતું.


ગુજરાતના આ નેતાઓ રાહુલ ગાંધી સાથે રહ્યા હાજર
રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના રાજીવ સાતવ અને અમિત ચાવડા, શક્તિસિંહ, લાલજી દેસાઈ, સિદ્ધાર્થ પટેલ વગેરે હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અમદાવાદ આવે છે ત્યારે તેઓ ગુજરાતી ભોજનને વધુ પસંદ કરે છે. અગાસિયામાં ભોજન લીધા બાદ તેઓ અમદાવાદ કોર્ટમાં પહોંચ્યા હતા.


રાહુલ ગાંધી પર મેટ્રો કોર્ટમાં બે અલગ-અલગ કેસ દાખલ થયા છે
રાહુલ ગાંધી પર બે અલગ અલગ કેસમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી પર ADC બેંક અને અમિત શાહને અપશબ્દ કહેવાનો કેસ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટના સાતમા માળે કોર્ટ નંબર -16માં પહોંચ્યા હતા. જ્યાં તેમના કેસની કાર્યવાહી ચાલી હતી. અરજદાર તરફથી સિનિયર વકીલ એસ.વી. રાજુએ રજૂઆત કરી હતી. રાહુલ ગાંધીના કેસ વખતે કોંગ્રેસ પ્રદેશના નેતાઓ પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી જ્યારે મેટ્રો કોર્ટમાં હાજર થયા ત્યારે ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

રાહુલ ગાંધીને 10 હજારના જામીન પર છોડાયા
રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. ત્યાં મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા. એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

gujarat ahmedabad rahul gandhi Gujarat Congress congress