PM પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં, CM પણ હાજર

14 December, 2022 08:47 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) અમદાવાદમાં (Ahmedabad) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav 2022)ના ઉદ્ઘાટન સમારોહમાં (Innaugral Function) ભાગ લીધો. ગુજરાતના (Gujarat) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આયોજન દેશ અને વિશ્વને આકર્ષિત કરશે અને આગામી પેઢીઓને પ્રભાવિત તેમજ પ્રેરિત પણ કરશે. 15 જાન્યુઆરી સુધી વિશ્વમાંથી લાખો લોકો મારા પિતાતુલ્ય સ્વામીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અહીં હાજર રહેશે. UNમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી સમારોહ ઉજવવામાં આવ્યો.

તેમણે કહ્યું કે 2002માં ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે હું રાજકોટથી પ્રતિસ્પર્ધી હતો ત્યારે મને બે સંતોએ એક ડબ્બો આપ્યો હતો જેમાં એક પેન હતી અને તેમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે મોકલ્યું છે અને કહ્યું છે કે તમે આ પેનથી નામાંકન પત્ર પર સહી કરજો. ત્યારથી લઈને કાશી સુધી આ પ્રથા ચાલી આવે છે.

આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બનશે પવિત્ર પ્રેરણાનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના કોઈપણ ભાગમાં જાઓ તમને પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિનું પરિણામ દેખાશે. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે આપણાં મંદિર આધુનિક છે અને તે આપણી પરંપરાઓ પણ દર્શાવે છે. તેમના જેવા મહાન લોકો અને રામકૃષ્ણ મિશને સંત પરંપરાને ફરીથી પરિભાષિત કરી.

આ પણ વાંચો : અમદાવાદ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઊજવણીની આવી છે તૈયારીઓ, જુઓ એક ઝલક

પૂર્વોત્તર પરિષદના સ્વર્ણ જયંતી સમારોહમાં સામેલ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેઘાલયમાં પૂર્વોત્તર પરિષદના સ્વર્ણ જયંતી સમારોહમાં સામેલ થશે. રાજ્યના મુખ્યમંત્રી કૉનરાડ કે. સંગમાએ આ માહિતી આપી. સંગમાંએ એ પણ કહ્યું કે વડાપ્રધાન ફક્ત ત્રણ કલાક રાજ્યની રાજધાનીમાં રોકાશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન 18 ડિસેમ્બરે રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે પૂર્વોત્તર પરિષદના મુખ્યાલય શિલાંગ છે. આ પૂર્વોત્તરના રાજ્યમાં આર્તિક અને સામાજિક વિકાસ માટે સ્થાપિત કરવામાં આવેલી એક નોડલ એજન્સી છે.

gujarat gujarat news ahmedabad narendra modi bhupendra patel gujarat cm