ગુજરાતમાં PM મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન, લગાવ્યા આ આરોપો

23 November, 2022 05:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આ પહેલાં વડાપ્રધાન મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે ગુજરાતના મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતાં પાર્ટી મોટી છે અને પાર્ટી કરતાં દેશ મોટો છે. આ અમારી સંસ્કૃતિ છે અને અમે આ સંસ્કૃતિ સાથે કામ કરીએ છીએ.” બીજી તરફ કૉંગ્રેસ ભત્રીજાવાદ, જાતિવાદ, કોમવાદ અને વોટ બેન્કની રાજનીતિનો નમૂનો છે. કૉંગ્રેસે ગુજરાત અને સમગ્ર દેશને બરબાદ કર્યો છે.

મહેસાણામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે “છેલ્લાં 20 વર્ષમાં ગુજરાત ઘણું બદલાઈ ગયું છે. આજની પેઢીને ખબર નથી કે ગુજરાતે કઈ અછતનો સામનો કર્યો છે. આ પેઢીએ કમી જોઈ નથી. અગાઉની પેઢીએ આ માટે ઘણી મહેનત કરી છે.”

હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું: PM મોદી

દાહોદ ખાતે જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે “દાહોદ તો મારું જૂનું ને જાણીતું છે. એક ફોન કરીએ તો પણ કામ થઈ જાય. મારા ઘડતરમાં, સંસ્કારમાં તમારો મોટો ફાળો છે. હું આદિવાસી બહેનોનાં રોટલા ખાઇને મોટો થયો છું, એટલે આજે નિરાંતે વાત કરવાનું મન થાય છે.”

કૉંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર: PM મોદી

કૉંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, “કૉંગ્રેસનું મોડેલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર, કૉંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ-પરિવારવાદ, સંપ્રદાયવાદ, કૉંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા, અંદરો અંદર ઝઘડાવ્યા છે. કૉંગ્રેસ તમને આગળ લઈ જવા નહીં પણ પછાત રાખવા ઇચ્છે છે, પરંતુ અમારી ગળથુંથીમાં છે, સૌનૌ સાથ સૌનો વિકાસ છે.”

પીએમએ ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

આ પહેલાં વડાપ્રધાન મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે “ભારતીય સંસદીય લોકતંત્રને વધુ મજબૂત કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. રાજસ્થાનના કોટાના સાંસદ બિરલા બુધવારે 60 વર્ષના થયા છે.”

આ પણ વાંચો: ગુજરાતના સીએમની વિરુદ્ધ બે મહિલા સહિત આઠ ઉમેદવાર

gujarat gujarat news narendra modi