‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે, 6-7 નવેમ્બરે સારો વરસાદ પડી શકે છે

01 November, 2019 04:15 PM IST  |  Ahmedabad

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે, 6-7 નવેમ્બરે સારો વરસાદ પડી શકે છે

'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઇ શકે છે

Ahmedabad :વાયુ, ક્યાર બાદ હવે મહાવાવાઝોડું ગુજરાત પર તાંડવ કરી રહ્યું છે. ક્યાર વાવાઝોડુ છેલ્લી ઘડીએ ઓમાન તરફ ફંટાઇ જતાં ગુજરાતને રાહત મળી હતી. પણ મહા વાવાઝોડું ગુજરાતને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 6 – 7 નવેમ્બરના રોજ મહાની અસરને કારણે ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. તોમહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 6-7 નવેમ્બર આસપાસ 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકરાઇ શકે છે.


સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે
મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેરાવળ, સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે.

આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ

આવનારા બેથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે. 6થી 7 નવેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. 6 તારીખે સવારે 60થી 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.7 તારીખે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિકલાકે ઝડપ પવન ફૂંકાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

gujarat ahmedabad rajkot veraval porbandar Gujarat Rains