વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ

Updated: Jun 13, 2019, 13:16 IST | Bhavin
 • સૌરાષ્ટ્રના દરિયકાંઠા પર વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જો કે વાવાઝોડાના સંકટ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા.

  સૌરાષ્ટ્રના દરિયકાંઠા પર વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જો કે વાવાઝોડાના સંકટ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા.

  1/26
 • વેરાવળ સોમનાથમાં વાવાઝોડાના કારણે ભયાવહ માહોલ સર્જાયો છે. તેમ છતાંય ભક્તો મંદિરે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. 

  વેરાવળ સોમનાથમાં વાવાઝોડાના કારણે ભયાવહ માહોલ સર્જાયો છે. તેમ છતાંય ભક્તો મંદિરે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. 

  2/26
 • સોમનાથના દરિયાકિનારે લાગેલા સ્ટોલ્સના છાપરા પવનના કારણે ઉડી ગયા હતા. 

  સોમનાથના દરિયાકિનારે લાગેલા સ્ટોલ્સના છાપરા પવનના કારણે ઉડી ગયા હતા. 

  3/26
 • સોમનાથ મંદિરના કિનારે દરિયાના મોજા પ્રચંડ વેગથી પછડાઈ રહ્યા છે. મોજાનો અવાજ દૂર દૂર સુધી સંભળાઈ રહ્યો છે. 

  સોમનાથ મંદિરના કિનારે દરિયાના મોજા પ્રચંડ વેગથી પછડાઈ રહ્યા છે. મોજાનો અવાજ દૂર દૂર સુધી સંભળાઈ રહ્યો છે. 

  4/26
 • ભારે પવનને કારણે મંદિર પરિસરમાં નુક્સાન થયું છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા શેડ ઉડી ગયા છે.

  ભારે પવનને કારણે મંદિર પરિસરમાં નુક્સાન થયું છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા શેડ ઉડી ગયા છે.

  5/26
 • તો બુધવારે હવામાન વિભાગે સત્તાવાર રીતે વાવાઝોડું પોરબંદરમાં ત્રાટકવાની જાહેરાત કરી હતી. 

  તો બુધવારે હવામાન વિભાગે સત્તાવાર રીતે વાવાઝોડું પોરબંદરમાં ત્રાટકવાની જાહેરાત કરી હતી. 

  6/26
 • જેને કારણે પોરબંદરમાં પણ સલામતીના પગલાંના ભાગરૂપે NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ હતી.

  જેને કારણે પોરબંદરમાં પણ સલામતીના પગલાંના ભાગરૂપે NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ હતી.

  7/26
 • જો કે મધરાતે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું. પોરબંદર પરથી ખતરો ઓછો થયો છે. તેમ છતાંય દરિયામાં હજીય કરંટ વર્તાઈ રહ્યો છે. 

  જો કે મધરાતે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું. પોરબંદર પરથી ખતરો ઓછો થયો છે. તેમ છતાંય દરિયામાં હજીય કરંટ વર્તાઈ રહ્યો છે. 

  8/26
 • પોરબંદરમાં હજીય જોખ પૂરેપુરુ ટળ્યું નથી. ત્યારે હજીય તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. 

  પોરબંદરમાં હજીય જોખ પૂરેપુરુ ટળ્યું નથી. ત્યારે હજીય તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. 

  9/26
 • વેરાવળના દરિયાકિનારે હજી પણ ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જે ભયાનક માહોલ સર્જી રહ્યા છે. 

  વેરાવળના દરિયાકિનારે હજી પણ ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જે ભયાનક માહોલ સર્જી રહ્યા છે. 

  10/26
 • વેરાવળના દરિયાકિનારે હજી પણ 7 - 8 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારે પાર્ક થયેલી બોટમાં મોજા પછડાઈ રહ્યા છે.

  વેરાવળના દરિયાકિનારે હજી પણ 7 - 8 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારે પાર્ક થયેલી બોટમાં મોજા પછડાઈ રહ્યા છે.

  11/26
 • માછીમારો પોતાની બોટને નુક્સાનથી બચાવવા માટે સલામત સ્થળે ખસેડવા સતત મહેનત કરી રહ્યા છે. 

  માછીમારો પોતાની બોટને નુક્સાનથી બચાવવા માટે સલામત સ્થળે ખસેડવા સતત મહેનત કરી રહ્યા છે. 

  12/26
 • વેરાવળનો દરિયો હજીય રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. ત્યારે લોકો જીવના જોખમે મોજાનો આનંદ પણ માણી રહ્યા છે. 

  વેરાવળનો દરિયો હજીય રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. ત્યારે લોકો જીવના જોખમે મોજાનો આનંદ પણ માણી રહ્યા છે. 

  13/26
 • શ્રદ્ધાળુઓને તડકાથી બચવા માટે લાઈન માટે મંદિર પરિસરમાં શૅડ લગાવાયા હતા. જે ભારે પવનમાં તૂટી ચૂક્યા છે. 

  શ્રદ્ધાળુઓને તડકાથી બચવા માટે લાઈન માટે મંદિર પરિસરમાં શૅડ લગાવાયા હતા. જે ભારે પવનમાં તૂટી ચૂક્યા છે. 

  14/26
 • દરિયાકાંઠે પાર્ક થયેલી મોટી બોટ્સને ક્રેન દ્વારા સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. 

  દરિયાકાંઠે પાર્ક થયેલી મોટી બોટ્સને ક્રેન દ્વારા સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. 

  15/26
 • પોતાની બોટ્સને નુક્સાન થાય તે માટે માછીમારો ભેગા થઈને દરિયાકિનારે ખાસ વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. 

  પોતાની બોટ્સને નુક્સાન થાય તે માટે માછીમારો ભેગા થઈને દરિયાકિનારે ખાસ વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. 

  16/26
 • તો દક્ષિણ ગુજરાતમાં વલસાડના દરિયાકિનારે પણ હજી વાવાઝોડાનો કરંટ યથાવત્ છે. 

  તો દક્ષિણ ગુજરાતમાં વલસાડના દરિયાકિનારે પણ હજી વાવાઝોડાનો કરંટ યથાવત્ છે. 

  17/26
 • વાવાઝોડું હવે ગુજરાત પર નથી ત્રાટકવાનું પરંતુ તેની અસર દરિયાકાંઠે દેખાઈ રહી છે. 

  વાવાઝોડું હવે ગુજરાત પર નથી ત્રાટકવાનું પરંતુ તેની અસર દરિયાકાંઠે દેખાઈ રહી છે. 

  18/26
 • વલસાડનો દરિયો પણ આક્રમક રૂપ બતાવી રહ્યો છે. મોટા મોટા મોજા કિનારે અથડાઈ રહ્યા છે. 

  વલસાડનો દરિયો પણ આક્રમક રૂપ બતાવી રહ્યો છે. મોટા મોટા મોજા કિનારે અથડાઈ રહ્યા છે. 

  19/26
 • ભારે પવનની અસર પણ વેરાવળના દરિયાકિનારે દેખાઈ રહી છે. 

  ભારે પવનની અસર પણ વેરાવળના દરિયાકિનારે દેખાઈ રહી છે. 

  20/26
 • દરિયાના મોજા અને ભારે પવન વચ્ચે સોમનાથ મંદિર દૂરથી કંઈક આવું દેખાઈ રહ્યું છે. 

  દરિયાના મોજા અને ભારે પવન વચ્ચે સોમનાથ મંદિર દૂરથી કંઈક આવું દેખાઈ રહ્યું છે. 

  21/26
 • મહારાષ્ટ્રના દરિયકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ તૂટવાની ઘટના સામે આવી છે.

  મહારાષ્ટ્રના દરિયકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ તૂટવાની ઘટના સામે આવી છે.

  22/26
 • પવનની જબરજસ્ત ગતિને કારણે મોટા મોટા હોર્ડિંગ્સ તૂટવાની ઘટના મુંબઈમાં બની છે. 

  પવનની જબરજસ્ત ગતિને કારણે મોટા મોટા હોર્ડિંગ્સ તૂટવાની ઘટના મુંબઈમાં બની છે. 

  23/26
 • વાયુ વાવાઝોડું હવે મુંબઈના દરિયાકિનારેથી 900 કિલોમીટર દૂર પહોંચી ચૂક્યુ છે. પરંતુ હજીય દરિયકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 

  વાયુ વાવાઝોડું હવે મુંબઈના દરિયાકિનારેથી 900 કિલોમીટર દૂર પહોંચી ચૂક્યુ છે. પરંતુ હજીય દરિયકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 

  24/26
 • હજીય મુંબઈના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. 

  હજીય મુંબઈના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. 

  25/26
 • ગુજરાત નજીકથી પસાર થઈ રહેલા વાયુના કારણે મુંબઈના દરિયાકાંઠે પણ પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 

  ગુજરાત નજીકથી પસાર થઈ રહેલા વાયુના કારણે મુંબઈના દરિયાકાંઠે પણ પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 

  26/26
 • loading...

ફોટોઝ વિશે

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારેથી પસાર થવાનું છે. વાયુનું જોખમ ભલે ઘટ્યું હોય પરંતુ ટળ્યું નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુની અસર દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના દરિયકિનારે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. 

(Image Courtesy: ANI, PTI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK