ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ ઠાકોર, જાણો કોણ છે આ નેતા

03 December, 2021 03:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સહમતિ બાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ રૂપે તેમની નામની જાહેરાત કરવામાં આવી છે. 

જગદીશ ઠાકોર(તસવીરઃ ટ્વિટર)

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં નવો બદલાવ જોવા મળ્યો છે. રાજ્યમાં પાર્ટીની કમાન હવે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર(Jagdish Thakor)ને સોંપવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સહમતિ બાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ રૂપે તેમની નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે સત્તાવાર રીતે આ અંગે ઘોષણા કરી છે. 

વેણુગોપાલ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા જગદીશ ઠાકોરને તાત્કાલિક રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યાં છે.  હકીકતે ગુજરાત પેટા ચૂંટણીમાં પાર્ટીની કરારી હાર બાદ પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષની તલાશ હતી, જે પ્રક્રિયાને આખરે ઓપ આપી જગદીશ ઠાકોરને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. 

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં OBCના મતો મેળવવા માટે જગદીશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.  જગદીશ ઠાકોરની ગણના કોંગેસના વરિષ્ઠ નેતાઓમાં કરવામાં આવશે. આ સાથે પ્રદેશ કોંગ્રસમાં તેમની એક અલગ પ્રતિભા છે. 

જગદીશ ઠાકોર પાટણના સાંસદ અને દેહગામના ધારાસભ્ય રહી ચુક્યા છે. 2014માં તેમણે પાટણ લોકસભા બેઠક જીતી હતી, પરંતુ 2019માં લોકસભા ચૂંટણીમાં પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી. ઠાકોરને એક સારા વક્તા પણ માનવામાં આવે છે.

 

 

 

 

 

 

gujarat news gujarat politics gujarat Gujarat Congress congress