17 June, 2025 08:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં ત્રણ દિવસનો સવા લાખ આહુતિનો હવન
પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા તમામ આત્માઓની શાંતિ માટે અમદાવાદમાં એક ભાઈએ ગઈ કાલે હવન શરૂ કરાવ્યો હતો. જ્યાં આ ઘટના ઘટી હતી એને થોડે જ દૂર આવેલા શિવચેતન હનુમાનજી મંદિરમાં ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા’ મંત્ર સાથે સવા લાખ આહુતિ સ્વાહાકાર યજ્ઞ થઈ રહ્યો છે, જે આવતી કાલ સુધી ચાલશે. તમામ દિવંગત લોકોની તસવીરનો કોલાજ હવનકુંડ પાસે મૂકવામાં આવ્યો છે. તસવીરો : નિમેશ દવે