Hardik Patel: ગુજરાત ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

18 May, 2022 10:48 AM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

હાર્દિકે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આની માહિતી તેણે પોતે ટ્વીટ કરીને આપી છે.

હાર્દિક પટેલ (ફાઈલ તસવીર)

ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આની માહિતી તેણે પોતે ટ્વીટ કરીને આપી છે.

મારા નિર્ણયનો સ્વાગત કરશે સાથી- હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું, "આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનો સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મકતાથી કામ કરી શકીશ."

હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આપી માહિતી.

gujarat news gujarat gujarat politics hardik patel Gujarat Congress congress