આગામી 4 દિવસમાં રાજ્યમાં પડશે વરસાદ, સામાન્યથી ભારે વરસાદની આગાહી

23 June, 2019 03:26 PM IST  |  અમદાવાદ

આગામી 4 દિવસમાં રાજ્યમાં પડશે વરસાદ, સામાન્યથી ભારે વરસાદની આગાહી

વાયુ વાવાઝોડાને કારણે ગત સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો. જો કે તે બાદ વરસાદ ગાયબ થઈ ગયો અને રાજ્યભરમાં ફરી ગરમીનો માહોલ છવાયો હતો. જો કે હવે ગરમીથી રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. જે મુજબ આજથી 4 દિવસ સુધીમાં રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ સક્રિય થઈ જશે. રવિવારથી ગુરુવાર સુધી રાજ્યભરાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વયક્ત કરી છે.

લો પ્રેશર આવી રહ્યું છે ગુજરાત

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેની સાથે સાથે વરસાદી વાદળો પણ આવી રહ્યા છે. આ વરસાદી વાદળો ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

ચારેય ઝોનમાં પડશે વરસાદ

હવામાન વિભાગની શક્યતા પ્રમાણે બંગાળનું લો પ્રેશર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની પડવાની શક્યતા છે. આ સાથે જ ખેડૂતોને પણ રાહત મળી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

ગરમીથી મળશે રાહત

ઉલ્લેખનીય છે કે સતત બે દિવસ વરસાદને કારણે રાજ્યના નાગરિકોને વરસાદથી રાહત મળી હતી. જો કે પછી ફરી ગરમી વધી હતી. અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રીગ્રી સુધી પહોંચ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો મુશ્કેલીમા મુકાયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમઆમેઆગામી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થવાનાં સંકેતો છે.

Gujarat Rains ahmedabad rajkot surat vadodara news