પતંગ ચગાવવાના મોહમાં આ નવા નિયમો તોડતા નહીંતર થશે સજાઃ ગુજરાત સરકાર

11 January, 2022 12:44 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં હાલની COVID-19 ની પરિસ્થિતિ ધ્યાને લેતાં 11 જાન્યુઆરી 2022થી 17 જાન્યુઆરી 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ અમલમાં મુકવામાં આવી છે

ફાઈલ તસવીર

ગુજરાતમાં સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ (Uttarayan)તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ (Coronavirus)વધવાની શકયતા રહેલી છે. આથી ગુજરાતમાં હાલની COVID-19 ની પરિસ્થિતિ ધ્યાને લેતાં 11 જાન્યુઆરી 2022થી 17 જાન્યુઆરી 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ અમલમાં મુકવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ , વડોદરા , રાજકોટ , સુરત , જામનગર , ભાવનગર , જૂનાગઢ , ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રી કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

gujarat gujarat news makar sankranti coronavirus covid19