Bhupendra Patelએ તેમની આખી કેબિનેટ સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

09 December, 2022 04:31 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને શપથગ્રહણની તારીખની ઘોષણા કરી દીધી હતી.

ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election Result 2022)માં 156 બેઠકો જીતી  ભાજપે (BJP)ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક જીત બાદ નવી સરકારનું ગઠન કરવાની પ્રક્રિયા તેજ બની રહી છે. જેને પગલે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ આજે એટલે કે 9 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે રાજભવન પહોંચી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. 

ભાજપની યોજના છે કે આ જ અઠવાડિયામાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવે. પાર્ટી તરફથી હવે વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે, જેમાં દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આશા છે કે પાર્ટી એક વાર ફરી ભૂપેન્દ્ર પટેલને સરકાર ચલાવવાની જવાબદારી સોંપશે. ભાજપ તરફથી 12 ડિસેમ્બરના રોજ શપથ સમારોહનું આયોજન કરવામાં આવી શકે છે. શપથ ગ્રહણ માટે તમામ તૈયારીઓ થઈ ચુકી છે. 

આ પણ વાંચો:જનતાએ બીજેપી અને મોદી પર અતૂટ ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે

સુત્રો અનુસાર ભાજપ આવતી કાલે એટલે 10 ડિસેમ્બરના રોજ ધારાસભ્યોની બેઠક બોલાવી શકે છે. આ બેઠકમાં દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક ગાંધીનગર સ્થિત પાર્ટી મુખ્યાલયમાં બોલાવવામાં આવી છે. આ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પુરી કેબિનેટ સાથે રાજીનામું સોંપી દીધું છે. મળતી માહિતી અનુસાર મુખ્યપ્રધાન તરફથી આ સમયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટેનો દાવો પણ રજૂ કરવામાં આવ્યો છે. 

પીઓમ મોદી અને શાહ થશે સામેલ

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે વર્તમાન સીએમને જ ફરીથી રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે. 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાનની સાથે એક ડઝન કરતા પણ અધિક મંત્રીઓ શપથ લઈ શકે છે. મળતી માહિતી અનુસાર શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)અને ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. 

આ પણ વાંચો:પત્ની રિવાબાની જીત પર ગદગદ થયા Ravindra Jadeja, જુઓ આ પોસ્ટ

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને શપથ ગ્રહણના તારીખની ઘોષણા કરી દીધી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે 12 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ સામેલ થશે. 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ પોતાના સ્પર્ધકને 1.92 લાખ મતો સાથે હરાવ્યા છે. તેમણે ઘાટલોડિયા બેઠક પરથી બીજી વાર ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. ચોર્યાસી બેઠક પર પણ જીત અને હાર વચ્ચેનો તફાવત બે લાખ મતનો હતો. આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીતનું માર્જીન એક લાખથી દોઢ લાખ મતોની વચ્ચે હતું.

આ પણ વાંચો:Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી

bhupendra patel gujarat election 2022 ahmedabad bharatiya janata party narendra modi