જાએ તો જાએ કહાં

30 November, 2022 09:35 AM IST  |  Ahmedabad | Rashmin Shah

રવીન્દ્ર જાડેજાના આવા જ હાલ થયા છે. વાઇફ રીવાબા જાડેજાને બીજેપીએ ટિકિટ આપી તો કૉન્ગ્રેસે એ જ બેઠક પર મોટી બહેન નીતાબાને પ્રચારમાં ઉતાર્યાં અને ગઈ કાલે રવીન્દ્રના પપ્પા અનિરુદ્ધસિંહને પણ કૉન્ગ્રેસે ઉતારી દીધા

રવિન્દ્ર અને રીવાબા જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નીતાબા

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં જામનગર (ઉત્તર) બેઠક પર બીજેપીએ રવીન્દ્ર જાડેજાનાં વાઇફ રીવાબા જાડેજાને ટિકિટ આપી તો સામા પક્ષે કૉન્ગ્રેસે પોતાના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાના પ્રચારમાં રવીન્દ્રની સગી મોટી બહેન નયનાબા જાડેજાને ઉતાર્યાં અને ગઈ કાલે હવે કૉન્ગ્રેસે રવીન્દ્રના પપ્પા અનિરુદ્ધસિંહ જાડેજાને પણ કૉન્ગ્રેસના પ્રચાર માટે ઉતાર્યા છે. અત્યારની આ જે પરિસ્થિતિ છે એમાં જો કોઈની સૌથી વધુ હાલત કફોડી થતી હોય તો એ છે રવીન્દ્ર જાડેજા. ઇલેક્શન તો ઠીક છે, ઇલેક્શન પછી રવીન્દ્ર આ બન્ને રિલેશનશિપને કઈ રીતે મૅનેજ કરશે એ ખરેખર વિચારવા જેવું છે.

રીવાબા જાડેજાને જ્યારે પણ નયનાબા વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે રફ ભાષામાં એવું પૂછી લે છે કે ‘કયાં નયનાબાની તમે વાત કરો છો?’

નયનાબાએ અત્યારે પોતાના પ્રચારમાં એક જ મુદ્દો પકડી રાખ્યો છે કે જે વ્યક્તિ તમારા શહેરની નથી એ તમારી આ બેઠક પર સમય કેવી રીતે આપી શકશે. બહેતર છે કે તમે લોકલ ઉમેદવારને મત આપો. નયનાબાની વાત ખોટી નથી. રીવાબાનું નામ રાજકોટની મતદારયાદીમાં છે અને રીવાબા રાજકોટનાં વતની છે તો રવીન્દ્ર જાડેજા પણ રાજકોટના જ વતની છે.

નયનાબા અનમૅરિડ છે, તેમણે રવીન્દ્ર જાડેજાની કરીઅરમાં પોતાની પર્સનલ લાઇફથી માંડીને બીજી અનેક રીતે ભોગ આપ્યો છે એટલે એ રીતે પણ વાઇફ અને બહેનની આ પૉલિટિકલ વૉર રવીન્દ્રની હાલત માનસિક રીતે કફોડી બનાવે છે.

gujarat gujarat news gujarat elections congress Gujarat Congress bharatiya janata party Gujarat BJP ravindra jadeja Rashmin Shah