મૌત કા સૌદાગર, અભણ, ચાયવાલા, નીચ અને હવે રાવણ...‘બસ, છેલ્લે તો આવી જ ગયાને જાત પર’

30 November, 2022 09:16 AM IST  |  Ahmedabad | Rashmin Shah

પ્રથમ તબક્કાનું આવતી કાલે વોટિંગ છે ત્યારે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ સાથે સરખાવતાં બીજેપીના નેતા પરષોત્તમ રૂપાલાએ બળાપો કાઢતાં કહ્યું, ‘માન-મર્યાદા રાખતાં કૉન્ગ્રેસને ક્યારેય ક્યાં આવડ્યું છે’

પરષોત્તમ રૂપાલા

‘મૌત કા સૌદાગર’, ‘નીચ’, ‘અભણ’, ‘ચાયવાલા’ જેવા અનેક નિમ્ન સ્તરના શબ્દોનો પ્રયોગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી ચૂકેલી કૉન્ગ્રેસ આ વખતે છેલ્લી ઘડી સુધી શાંત હતી, પણ ગઈ કાલે આ બફાટ એનાથી થઈ ગયો અને બીજા કોઈએ નહીં, પણ કૉન્ગ્રેસના સિીનિાયર નેતા અને અધ્યક્ષ મલ્લિનકાર્જુન ખડગેએ વડા પ્રધાનને ‘રાવણ’ સાથે સરખાવતાં અમદાવાદમાં સભા સાંભળવા આવેલા લોકોને પૂછ્યું કે ‘શું નરેન્દ્ર મોદી પાસે રાવણની જેમ ૧૦૦ માથાં છે?’

અગાઉ જ્યારે પણ નરેન્દ્ર મોદી વિશે નિમ્ન સ્તરના શબ્દનો પ્રયોગ થયો છે ત્યારે રિઝલ્ટ બદલાયું છે અને બીજેપીતરફી થયું છે એટલે આ વખતે પણ ખડગેના આ શબ્દપ્રયોગથી બીજેપીના કાર્યકરોમાં રીતસર ઉત્સાહ પ્રસરી ગયો હતો. જોકે બીજેપીના સિ્નિયર નેતા પરષોત્તમ રૂપાલાએ બળાપો કાઢતાં કહ્યું કે ‘બસ, છેલ્લે આવી ગયા જાત પર. માન-મર્યાદા રાખતાં કૉન્ગ્રેસને ક્યારેય આવડ્યું નથી ને એ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, પણ આ વખતે કૉન્ગ્રેસ ભૂલી ગઈ કે આ જ વડા પ્રધાન દેશ જેની રાહ જુએ છે એ અયોધ્યામાં રામમંદિરના જનક બન્યા છે. રામભક્ત અત્યારે ગુજરાતમાં અને પછી લોકસભાના ઇલેક્શનમાં આનો જવાબ આપશે જ આપશે અને કૉન્ગ્રેસના રાક્ષસોથી દેશને મુક્ત કરાવશે.’

છઠ્ઠા ઘરમાં રાહુ અને શત્રુ-જીત

નરેન્દ્ર મોદી સામે જ્યારે પણ કટુ શબ્દોનો પ્રયોગ થયો છે ત્યારે તેમણે જ્વલંત જીત હાંસલ કરી છે. આનું કારણ સમજાવતાં પ્રખર જ્યોતિષી દેવવ્રત આચાર્યએ કહ્યું કે ‘વડા પ્રધાનની કુંડળીમાં છઠ્ઠા ઘરમાં રાહુ છે. છઠ્ઠે રાહુ હોય એવી વ્યક્તિ શત્રુવિહીન હોય નહીં અને શત્રુ એની સામે જીતી પણ શકે નહીં. શત્રુ જેટલો બળવાન અને જેટલો પ્રખર વિરોધ કરે એટલી જ પ્રચંડ જીત આ પ્રકારના ગ્રહ ધરાવતા હોય તેમની થાય.’

૨૦૦૭ના ગુજરાત વિધાસનભાના ઇલેક્શન સમયે સોનિયા ગાંધીએ ‘મૌત કા સૌદાગર’ અને ૨૦૧૪માં લોકસભા ઇલેક્શન સમયે પ્રિયંકા વાડ્રાએ નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દપ્રયોગ કર્યો એ પહેલાં વાતાવરણ બીજેપી અને મોદી વિરોધી હતું, પણ આ શબ્દપ્રયોગ પછી આખું વાતાવરણ બદલાયું અને રિઝલ્ટ સંપૂર્ણપણે તેમની ફેવરમાં આવ્યું.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 congress Gujarat Congress Gujarat BJP bharatiya janata party narendra modi Rashmin Shah