Gujarat Election 2022:રવિન્દ્ર જાડેજા મારે માટે બૂસ્ટર ડોઝ, રિવાબાએ કર્યો ખુલાસો

19 November, 2022 04:54 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મોટા-મોટા ઉમેદવારોના નસીબ બદલાવાના છે. જામનગર ક્ષેત્રમાંથી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા પણ ભાજપ કેન્ડિડેટ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે.

ફાઈલ તસવીર

gujarat assembly elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મોટા-મોટા ઉમેદવારોના નસીબ બદલાવાના છે. જામનગર ક્ષેત્રમાંથી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા પણ ભાજપ કેન્ડિડેટ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. શનિવારે પ્રચાર અભિયાન દરમિયાન રિવાબાએ કહ્યું કે રવિન્દ્ર જાડેજા તેમને માટે બૂસ્ટર ડોઝ જેવા છે, જેમણે દરેક વખતે તેમનો સાથ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે રિવાબાએ રવિન્દ્ર જાડેજા સાથેનો એક કિસ્સો પણ શૅર કર્યો.

જામનગર ક્ષેત્રથી ભાજપ ઉમેદવાર રિવાબા જાડેજા, જે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પણ છે, તેમણે શનિવારે કહ્યું કે તેમના પતિ તેમના જીવનમાં `બૂસ્ટર ડોઝ` જેવા છે, જેમણે તેમના રાજનૈતિક જીવનમાં હંમેશાં તેમનું સમર્થન કર્યું છે.

સંભળાવ્યો યાદગાર કિસ્સો
રિવાબાએ પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન એક યાદગાર કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેમને માટે અભિયાનમાં પહેરવા માટે આરામદાયક શૂઝ મોકલ્યા. રિવાબા પ્રમાણે, "આ પહેલા હું લેસવાળા મારા શૂઝ પહેરીને ચૂંટણી પ્રચાર કરી રહી હતી. આથી મેં મારા પતિને કહ્યું કે મને આરામદાયક શૂઝ જોઈએ છે અને તેમને નવા શૂઝ સીધા અભિયાનમાં મોકલી દીધા, જ્યાં હું હાજર હતી. આ તો એવા અનેક ઉદાહરણોમાંનું એક છે કે કેવી રીતે તે મારી દરેક નાનામાં નાની બાબતનું ધ્યાન રાખે છે."

આ મારે માટે ભાવુક ક્ષણ
રિવાબાએ આગળ કહ્યું કે, "વિવાહની વ્યવસ્થાનો પોતાનો એક અર્થ છે કે પતિ અને પત્ની બન્નેએ એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ અને એકબીજાનું સમર્થન કરવું જોઈએ. જ્યારે હું નામાંકન કરાવવા ગઈ ત્યારે તે મારે માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી અને મારા પતિ મારી સાથે હતા. હું અનેક એવી જોડીઓને પ્રેરિત કરવા માગું છું કે મહિલાઓ લગ્ન પછી પણ પોતાના સપના પૂરા કરી શકે છે અને તેમના પતિ તેમને મક્કમતાથી સાથ આપી શકે છે."

આ પણ વાંચો : આ ન્યુઝ વાંચીને મહિલાઓનો જીવ બળી શકે છે!

પીએમ મોદીના પથ પર ચાલવા માગે છે રિવાબા: રવિન્દ્ર જાડેજા
આ પહેલા સોમવારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે તેમની પત્ની લોકો માટે કામ કરવા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે ચાલવા માગે છે અને વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ઉમેદવારીથી તેમને ઘણું શીખવા મળસે. "આ તેમની વિધેયક ઉમેદવારી તરીકે પહેલીવાર છે અને તે ઘણું શીખશે. મને આશા છે કે તે આમાં પ્રગતિ કરે. જાડેજાએ જામનગરના લોકોને પોતાની પત્ની રિવાબા જાડેજાને મત આપવા માટે અપીલ પણ કરી."

gujarat election 2022 gujarat gujarat news ravindra jadeja bharatiya janata party jamnagar