રાહુલ ગાંધી 22 નવેમ્બરના ગુજરાત પ્રવાસ પર, વિધાનસભા ચૂંટણી માટે કરશે પ્રચાર

14 November, 2022 03:22 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરના વૉટિંગ હતું. હિમાચલમાં ચૂંટણી પ્રચાર ન કરવાને લઈને તે સતત બીજેપી નેતાઓના નિશાને રહ્યા હતા.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસ નેતા (Congress Leader Rahul Gandhi) રાહુલ ગાંધી 22 નવેમ્બરના ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) માટે પ્રચાર કરવા જશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) કૉંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રામાં (Break in Bharat Jodo Yatra) બ્રેક દરમિયાન ગુજરાત પ્રવાસ (Gujarat Travel) કરશે. ગુજરાતમાં બે ચરણોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) થવાની છે. કૉંગ્રેસ (Congress) રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં દેશમાં 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) કાઢી રહી છે. 20 નવેમ્બરના યાત્રા મધ્યપ્રદેશ પહોંચશે.

રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા નહોતા. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરના વૉટિંગ હતું. હિમાચલમાં ચૂંટણી પ્રચાર ન કરવાને લઈને તે સતત બીજેપી નેતાઓના નિશાને રહ્યા હતા. જો કે, હિમાચલમાં પ્રિયંકા ગાંધી સહિત તમામ મોટા કૉંગ્રેસી નેતાઓએ કમાન સંભાળી લીધી હતી. એવામાં હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત પર કૉંગ્રેસનું ફોકસ
હિમાચલ પ્રદેશમાં હવે મતદાન થઈ ચૂક્યું છે. એવામાં કૉંગ્રેસ પાર્ટીનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. પરિણામ 8 ડિસેમ્બરના હિમાચલ પ્રદેશ સાથે જ આવશે. એવામાં ગુજરાતમાં કૉંગ્રેસના તમામ મોટા નેતાઓની રેલીઓ થવાની છે.

તો, કૉંગ્રેસે પોતાના ઉમેદવારોનું વધુ એક લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. કૉંગ્રેસે અત્યાર સુધી 142 ઉમેદવારોની જાહેરાત કરી છે. કૉંગ્રેસે 4 નેવમ્બરના પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું. આમાં 43 ઉમેદવારોના નામ હતા. તો, બીજા લિસ્ટમાં 46 નામ હતા. ત્યાર બાદ શુક્રવારે 7 ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય એક ઉમેદવારના બદલાવાની માહિતી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat Election:પત્ની રિવાબા માટે મેદાનમાં ઉતર્યા ક્રિકેટર જાડેજા, આ રહ્યો વીડિયો

ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. જ્યાં બીજેપી આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદીના નામે સત્તા પર જળવાઈ રહેવાના પ્રયત્નમાં લાગેલી છે, તો કૉંગ્રેસ બીજેપીને બહારનો રસ્તો બતાવવા માગે છે. તો આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ પ્રકારના વાયદાઓ સાથે મેદાનમાં બન્ને પાર્ટીઓને ટક્કર આપવા માટે તૈયાર છે.

gujarat election 2022 gujarat news gujarat gujarat elections Gujarat Congress congress