Gujarat: ભરૂચમાં પટેલ હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં લાગી આગ, 16ના નિધન

01 May, 2021 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આગની ઝપટમાં હૉસ્પિટલના દર્દીઓ આવી ગયા. સૂચના પર પહોંચેલી અગ્નિશામક દળની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. આ ગંભીર અકસ્માતમાં 16 લોકોના નિધન થયા.

તસવીર સૌજન્ય મિડ-ડે

ગુજરાતના ભરૂચ શહેરના પટેલ વેલફૅર હૉસ્પિટલમાં બનેલા કોરોના કૅર વૉર્ડમાં એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ આઇસીયૂ વૉર્ડ સુધી પહોંચી ગઈ. ભીષણ આગ જોઇને હૉસ્પિટલમાં ભગદડ મચી ગઈ. ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. આગની ઝપટમાં હૉસ્પિટલના દર્દીઓ આવી ગયા. સૂચના પર પહોંચેલી અગ્નિશામક દળની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. આ ગંભીર અકસ્માતમાં 16 લોકોના નિધન થયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "ભરૂચ હૉસ્પિટલમાં લાગેલી આગ થકી થયેલ માનવીય ક્ષતિને કારણે દુઃખી છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું."

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે ભરૂચ, ગુજરાતના એક હૉસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ રૂપાણીએ આ અકસ્માતથી પીડિત પ્રત્યેક વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

આ ઘટના શુક્રવારે રાતે લગભગ 12.30 વાગ્યાની કહેવામાં આવી રહી છે . ભરૂચ સ્થિત પટેલ વેલફૅર હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં એકાએક આગ લાગી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ આગ લાગી ત્યાં જ આઇસીયૂ વૉર્ડ હતો. આગ એટલી ઝપડથી ફેલાવાની શરૂ થઈ, કે દર્દીઓને બહાર નીકાળવા ખૂબ જ ઓછો સમય મળ્યો. જ્યાં સુધી દર્દીઓને બહાર કાઢવામાં આવે, મોટી સંખ્યામાં દર્દીઓ આગની ચપેટમાં આવી ગયા. તો કોવિડ કૅર સેંટરમાં આગ લાગવાની સૂચના પર અગ્નિશામક દળની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી.

એક કલાકમાં આગ પર મેળવ્યો કાબૂ
ભરૂચના પોલીસ અધિકારી (એસપી) રાજેન્દ્ર ચૂડાસમાએ જણાવ્યું કે કોવિડ વૉર્ડમાં 12 દર્દીઓના નિધન આગ અને તેમાંથી નીકળેલા ધૂમાડાને કારણે થઈ. જો કે, આ સ્પષ્ટ નથી કે અન્ય દર્દીઓના નિધન પણ હૉસ્પિટલની અંદર જ થયા તે તેમના નિધન બીજા હૉસ્પિટલમાં લઈ જવા દરમિયાન થયા. કોવિડની સારવાર માટે નિર્ધારિત આ હૉસ્પિટલ રાજધાની અમદાવાદથી લગભગ 190 કિમી દૂર ભરૂચ-જંબૂસાર રાજમાર્ગ પર સ્થિત છે અને આનું સંચાલન એક ન્યાસ કરે છે. અધિકારીએ કહ્યું કે આગના કારણની તપાસ થઈ રહી છે.

ભરૂચના જે કોવિડ કૅર સેન્ટરમાં આગ લાગી, તેના ટ્રસ્ટી જુબેર પટેલે કહ્યું કે આ ઘટના ન તો ફક્ત અમારી માટે પણ આખા ભરૂચ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસની મદદથી અમે દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આગ લાગવાને કારણે આ અકસ્માતમાં 14 દર્દીઓ અને બે સ્ટાફ નર્સ, એમ કુલ 16 લોકોના જીવ ગયા છે.

gujarat bharuch coronavirus covid19 Vijay Rupani narendra modi amit shah