લંડનમાં સેટલ થવા જઈ રહ્યો હતો બાંસવાડાનો પરિવાર, પતિ-પત્ની અને ત્રણ સંતાનોનો પરિવાર એકસાથે ખતમ

13 June, 2025 10:43 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પરિવારમાં ત્રણ બાળકો હતાં. ઘણાં વર્ષોથી પરિવાર સહિત લંડનમાં સ્થાયી થવાનું સપનું થોડી જ ક્ષણોમાં રોળાઈ ગયું હતું. 

બાંસવાડાનાં પ્રતીક જોશીએ પત્ની અને ત્રણ સંતાનો સાથેનો પ્લેનમાં લીધેલો પોતાનો છેલ્લો સેલ્ફી.

ઍર-ઇન્ડિયાના પ્લેન-ક્રૅશમાં રાજસ્થાનના બાંસવાડાનાં પ્રતીક જોશી અને ડૉક્ટર કોમી વ્યાસનો પરિવાર ચંદ ક્ષણોમાં હતો-નહતો થઈ ગયો હતો. અમદાવાદમાં પ્રતીક જોશી પૂરા પરિવાર સાથે લંડન જઈ રહ્યા હતા. પ્રતીક છેલ્લાં છ વર્ષથી લંડન શિફ્ટ થઈ ગયો હતો અને હવે તે પત્ની અને ત્રણ સંતાનો સાથે હંમેશ માટે લંડન સ્થાયી થવા માટે લઈ જઈ રહ્યો હતો. પત્ની કોમી વ્યાસ ડૉક્ટર હતી અને તેણે લંડનમાં નવી શરૂઆત કરવા માટે બે દિવસ પહેલાં જ નોકરીમાં રાજીનામું આપ્યું હતું. પરિવારમાં ત્રણ બાળકો હતાં. ઘણાં વર્ષોથી પરિવાર સહિત લંડનમાં સ્થાયી થવાનું સપનું થોડી જ ક્ષણોમાં રોળાઈ ગયું હતું. 

gujarat news ahmedabad rajasthan gujarat gujarati community news plane crash