અમદાવાદમાં કોરોનાથી ૧૮ વર્ષની કિશોરીનું મૃત્યુ : શહેરમાં કોરોનાના ૧૯૭ ઍક્ટિવ કેસ ગુજરાતમાં કુલ ઍક્ટિવ કેસ ૩૯૭

03 June, 2025 11:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બીજી તરફ અમદાવાદમાં ગઈ કાલે ૧૮ વર્ષની કોવિડ પૉઝિટિવ કિશોરીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાને કારણે બે દિવસ પહેલાં અમદાવાદની ૪૭ વર્ષની એક મહિલાનું પણ મોત થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના કેસ ધીર-ધીરે વધી રહ્યા છે અને ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં બીજા વધુ ૯૫ કેસ નોંધાતાં ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસ ૩૯૭ થયા છે. બીજી તરફ અમદાવાદમાં ગઈ કાલે ૧૮ વર્ષની કોવિડ પૉઝિટિવ કિશોરીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાને કારણે બે દિવસ પહેલાં અમદાવાદની ૪૭ વર્ષની એક મહિલાનું પણ મોત થયું હતું.

દેશમાં કોરોનાના વધતા કેસથી ભયનો માહોલ સક્રિય કેસ ૩૯૬૧એ પહોંચ્યા

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સોમવાર સુધીમાં કોરોનાના સક્રિય કેસ વધીને ૩૯૬૧ થયા છે. આ વર્ષે ચેપને કારણે મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા ૩૨ થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાછલા દિવસોની તુલનામાં સક્રિય દરદીઓની સંખ્યામાં ૨૦૩નો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમ્યાન ૪ લોકોનાં મોત થયાં છે.

coronavirus covid19 covid vaccine health tips ahmedabad gujarat gujarat news news