ચિરાગ પટેલ રહસ્યમય મોત કેસઃ કઠવાડાના યુવક પાસેથી મળ્યો ચિરાગનો મોબાઈલ

16 May, 2019 03:47 PM IST  |  અમદાવાદ

ચિરાગ પટેલ રહસ્યમય મોત કેસઃ કઠવાડાના યુવક પાસેથી મળ્યો ચિરાગનો મોબાઈલ

પત્રકાર ચિરાગ પટેલ (File Photo)

પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય હત્યા કેસમાં મહિનાઓ બાદ પણ આરોપી પકડાયા નથી. ન તો પોલીસ આ મામલે કોઈ મજબૂત ખુલાસો કરી શકી છે. જો કે ચિરાગ પટેલના મૃત્યુના મહિનાઓ બાદ હવે તેનો ખોવાયેલો મોબાઈ ફોન મળી આવ્યો છે. ચિરાગ પટેલનો ખોવાયેલો ફોન કઠવાડના યુવક પાસેથી મળી આવ્યો છે. યુવકે પોલીસ તપાસમાં આપેલી માહિતી પ્રમાણે આ કઠવાડાનો આ યુવક વહેલી સવારે ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે બિનવારસી ફોન જોયો અને લઈ લીધો.

મળતી માહિતી પ્રમાણે આ મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેવાયો છે. ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા ચિરાગનો મૃતદેહ કઠવાડા ગામની સીમમાં ટેભલી હનુમાન પાસેના અવાવરુ સ્થળેથી મળી આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે , જે યુવક પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તે યુવકે ચિરાગ પટેલના મૃતદેહને જોયો નહોતો, માત્ર બાઈક પર પડેલો મોબાઈલ ફોન જોતા તે લઈને જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈ: કૅરટેકરમાંથી લૂંટારુ બનવા ગયેલાને બે વેપારીબંધુઓએ પકડી પાડ્યો

પત્રકાર ચિરાગ પટેલના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસિનનો ઉપયોગ થયો હતો. તેની સાથે સાથે તેની બોડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ પણ મળ્યા હતા.

gujarat ahmedabad news Crime News