અમદાવાદઃદિલ્હી દરવાજામાં થઈ જૂથ અથડામણ, પોલીસની કારમાં તોડફોડ

17 February, 2019 11:20 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃદિલ્હી દરવાજામાં થઈ જૂથ અથડામણ, પોલીસની કારમાં તોડફોડ

બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો

પુલવામા હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે અમદાવાદમાં ગઈકાલે સાંજે થયેલી કેન્ડલ માર્ચે હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદના દિલ્હી દરવાજાપાસે શહીદ જવાનોની યાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ આ સ્થળે બે જૂથ અચાનક સામસામે આવી ગયા અને પથ્થરમારો થયો.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાઈ હતી કેન્ડલ માર્ચ 

અચાનક જ મામલો ઉગ્ર બન્યો અને પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી. પોલીસ કંઈ સમજે તે પહેલા ટોળાએ વાહનોને આગચંપી શરૂ કરી દીધી. તત્કાલીન પોલીસે મદદ માટે મોટો કાફલો મંગાવવો પડ્યો. પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા.

આ પણ વાંચોઃ જરા યાદ કરો કુરબાની : ભવ્ય ગાંધી

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી કેન્ડલ માર્ચ દિલ્હી દરવાજાથી રેંટિયા વાડીજઈ રહી હતી, ત્યારે બે જૂથના લોકો આમને સામને આવી ગયા. અને કેટલાક અસામાજીક તત્વોએ રેલી પર પથ્થરમારો શરૂ કર્યો. પથ્થર વાગતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. સ્થિતિ કાબુમાં લેવા પોલીસ પહોંચી હતી, તો પોલીસ પર પણ પથ્થરમારો થયો.

 

gujarat ahmedabad news terror attack