૧૨ જૂને ફ્લાઇટને ટેક-ઑફનું સિગ્નલ આપનારા ગ્રાઉન્ડ સ્ટાફના ફોન જપ્ત

20 June, 2025 07:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કેસમાં તોડફોડના ઍન્ગલને નકારી કાઢ્યો નથી. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (DFDR) અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) મળી આવ્યાં છે

ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર

અમદાવાદમાં થયેલી વિમાન-દુર્ઘટનાની તપાસ કરી રહેલા બોઇંગ, નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન (FAA)ના અધિકારીઓએ તેમની તપાસની કામગીરી ઝડપી બનાવી છે અને આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનને સંભાળનારા ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે અને તેમનાં નિવેદનો રેકૉર્ડ કરવામાં આવ્યાં છે. ૧૨ જૂને ફ્લાઇટને ટેક-ઑફ માટે મંજૂરી આપનારા મુખ્ય સ્ટાફ-સભ્યોના ફોન પણ વધુ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસકર્તાઓએ હાલમાં આ કેસમાં તોડફોડના ઍન્ગલને નકારી કાઢ્યો નથી. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (DFDR) અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) મળી આવ્યાં છે. તપાસકર્તાઓએ વિમાનનું બ્લૅક-બૉક્સ પણ શોધી કાઢ્યું છે. આ તમામ ડિજિટલ ઉપકરણો દુર્ઘટનાના દિવસે વિમાનમાં શું ખામી હતી એ શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તપાસકર્તાઓએ ભાંગફોડની શક્યતા નકારી નથી કાઢી

ahmedabad plane crash plane crash ahmedabad airlines news air india news gujarat news gujarat