કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનું સમન્સ

09 July, 2019 11:30 AM IST  |  અમદાવાદ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનું સમન્સ

રાહુલ ગાંધી (File Photo)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની કોર્ટે સમન ઈસ્યુ કર્યું છે. અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજરી આપવા માટે સમન ઈસ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ નોંધાયો હતો. રાહુલ ગાંધીએ એક નિવેદનમાં અમિત શાહને ખૂન કેસના આરોપ ગણાવ્યા હતા, જે મામલે ભાજપના એક કોર્પોરેટરે ફરિયાદ દાખલ કરી હતી.

આ જ કેસમાં આગળની કાર્યવાહી માટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા સમન ઈસ્યુ કરાયા છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં મંગળવારે કેસની સુનાવણી થવાની છે, ત્યારે રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે. આ પહેલા આ જ કેસમાં રાહુલ ગાંધી સામે પહેલી મેના રોજ પણ હાજર રહેવાનું સમન હતું, પરંતુ રાહુલ ગાંધી હાજર નહોતા રહ્યા. જે બાદ મેટ્રો કોર્ટે લોકસભાના સ્પીકર દ્વારા સમનની બજવણી કરવાનો હુકમ કર્યો હતો. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. આજે આ મામલે સુનાવણી હાથધરાવી હોય રાહુલ ગાંધી હાજર રહેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

આવો છે કેસ

રાહુલ ગાંધી સામે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખૂન કેસના આરોપી કહેવા બદલ બદનક્ષીની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ અમદાાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરવામાં આવી હતી. અમદાવાદના ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે CRPCની કલમ 202 હેઠળ વેરિફિકેશન વેરિફીકેશન મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહલુ ગાંધીએ જબલપુરમાં એક જાહેરસભાને સંબોધન દરમિયાન અમિત શાહને આરોપી ગણાવ્યા હતા.

gujarat ahmedabad rahul gandhi congress amit shah