અમદાવાદમાં કાઇટ-ફેસ્ટિવલની શરૂઆત થઈ

09 January, 2023 11:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ વર્ષનો પતંગ-મહોત્સવ આપણે G20ની થીમ - ‘વસુધૈવ કુટુંબકમ’ની સાથે ઊજવી રહ્યા છીએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવની ગઈ કાલે શાનદાર શરૂઆત થઈ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવ ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી કાઇટ-ફેસ્ટિવલની પરંપરા આજે વૈશ્વિક ઓળખ બની છે. આ વર્ષનો પતંગ-મહોત્સવ આપણે G20ની થીમ - ‘વસુધૈવ કુટુંબકમ’ની સાથે ઊજવી રહ્યા છીએ.’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ પતંગબાજો, ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો તેમ જ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે.

આ કાઇટ-ફેસ્ટિવલમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ફ્રાન્સ, રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાયલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, સાઉથ આફ્રિકા, પોલૅન્ડ, મેક્સિકો અને ઇરાક સહિત અનેક દેશોમાંથી લોકોએ ભાગ લીધો હતો. કાઇટ-ફેસ્ટિવલના પહેલાં દિવસે નવા-નવા આકારની પતંગો આકાશમાં છવાઈ ગઈ હતી. 

gujarat news makar sankranti kites Sabarmati Riverfront ahmedabad g20 summit bhupendra patel