03 November, 2026 01:31 PM IST | Statue Of Unity | Gujarati Mid-day Correspondent
વિસ્ટાડોમ બસ.
ભારતમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની પાંચ વિશિષ્ટ ઍર-કન્ડિશન્ડ (AC) વિસ્ટાડોમ બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બસનું લોકાર્પણ કર્યું હતું. આ બસસેવા સહેલાણીઓ માટે આજથી શરૂ કરવામાં આવશે.
આ આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યુ રૂફ, ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન કરવામાં આવ્યાં છે જેનાથી સહેલાણીઓ આરામદાયક બસમાં બેસીને ખુલ્લા આકાશ અને આસપાસનાં નયનરમ્ય દૃશ્યોનો નઝારો માણી શકશે. આ બસોમાં સહેલાણીઓ માટે રિવૉલ્વિંગ અને ફુલ્લી ઍડ્જસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સવાળી કુલ ૨૩ બેઠકો છે. સ્માર્ટ ટીવી, કૉફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે એમાં ફાયર ડિટેક્શન ઍન્ડ સપ્રેશન સિસ્ટમ તેમ જ ઇમર્જન્સી હૅમર સાથેના ટફન્ડ ગ્લાસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
એક AC વિસ્ટાડોમ કોચ-બસની કિંમત ૨.૧૯ કરોડ રૂપિયા છે. અત્યારે પાંચમાંથી બે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ૩ બસનું લોકાર્પણ અાગામી બે માસમાં કરવામાં આવશે.