કેજરીવાલ ગુજરાતમાં વિતાવશે 10માંથી 4 દિવસ, મોદીના ગઢમાં જીતશે દિલ્હીના CM?

28 July, 2022 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ ઘણીવાર પ્રવાસ કરી ચૂકેલા અરવિંદ કેજરીવાલ 1 ઑગસ્ટના ફરી ગુજરાત જશે. કેજરીવાલ આગામી મહિનાના પહેલા 10 દિવસમાંથી 4 દિવસ ત્યાં પસાર કરશે.

ફાઈલ તસવીર

આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પોતાનું ફોકસ વધાર્યું છે. દિલ્હી અને પંજાબ ફતેહ બાદ ઉત્સાહિત અરવિંદ કેજરીવાર પીએમ મોદીના ગૃહરાજ્યમાં ભાજપને પડકાર આપવાના પ્રયત્નમાં લાગેલા છે. આ માટે તે આક્રમક રીતે પ્રચારમાં લાગી ગયા છે. તાજેતરમાં જ ઘણીવાર પ્રવાસ કરી ચૂકેલા અરવિંદ કેજરીવાલ 1 ઑગસ્ટના ફરી ગુજરાત જશે. કેજરીવાલ આગામી મહિનાના પહેલા 10 દિવસમાંથી 4 દિવસ ત્યાં પસાર કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી 1 ઑગસ્ટના સોમનાથમાં એક જનસભા કરશે. ત્યાર બાદ તે 3, 7 અને 10 ઑગસ્ટના પણ ગુજરાત પ્રવાસ પર હશે. નોંધનીય છે કે ગયા ગુરુવારે કેજરીવાલે સૂરતમાં `પહેલી ગેરન્ટિ`ની જાહેરાત કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક પરિવારને દર મહિને 300 યૂનિટ મફત વીજળી આપશે. તેમણે 31 ડિસેમ્બર 2021 સુધીના બધા જૂના ન ભરાયેલા બિલને માફ કરવાનો વાયદો પણ કર્યો.

ત્યાર બાદ 26 જુલાઈના પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા. તેમણે સોમનાથમાં પૂજા અર્ચના પછી રાજકોટમાં વેપારીઓ સાથે વાતચીત કરી. તેમણે આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર રાજ્યમાં વેપારીઓ માટે કારોબાર સરળ બનાવવાનો વાયદો પણ કર્યો. ત્યાર બાદ કેજરીવાલ બોટાદના તે હૉસ્પિટલમાં ગયા જ્યાં ઝેરી શરાબ પીવાથી બીમાર થયેલા લોકો દાખલ હતા. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે પણ મુલાકાત કરી અને રાજ્ય સરકાર પર નિશાનો સાધ્યો.

ઓછામાં ઓછું કૉંગ્રેસનું સ્થાન લેવાનો પ્રયત્ન
ગુજરાતમાં આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણી આપની એન્ટ્રી થકી ત્રિકોણીય બનાવી દીધી છે. અત્યાર સુધી અહીં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ટક્કર થતી હતી. આ પહેલીવાર છે જ્યારે `આપ`એ અહીં જોર લગાડ્યું છે. લગભગ એક દાયકા જૂની પાર્ટીનો પહેલો ટારગેટ 125 વર્ષ જૂની કૉંગ્રેસ પાસેથી ગુજરાતમાં તેનું સ્થાન છીનવવાનો છે. છેલ્લા દિવસોમાં અરવિંદ કેજરીવાલે પણ સ્પષ્ટ કહ્યું કે કાર્યકર્તા નક્કી કરે કે કૉંગ્રેસના બધા મત `આપ`ને મળે. રાજનૈતિક જાણકારોનું માનવું છે કે જો `આપ` અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી પણ બને છે તો આ તેમની માટે મોટી સફળતા હશે. રાજકારણી રીતે આનું મહત્વ રહેશે.

gujarat gujarat news gujarat politics arvind kejriwal bharatiya janata party congress Gujarat Congress aam aadmi party