ગુજરાત માટે આગામી 3-4 દિવસ છે ભારે, ભારે વરસાદની છે આગાહી

08 July, 2019 12:17 PM IST  |  અમદાવાદ

ગુજરાત માટે આગામી 3-4 દિવસ છે ભારે, ભારે વરસાદની છે આગાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘ કહેર છવાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી 3થી 4 દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની જડપે પવન ફૂંકાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં પડશે સાંબેલાધાર

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને આગામી કેટલાક દિવસો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. આ સરક્યુલેશનને કારમએ જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાવનગર, નવસારી, અમરેલી, ડાંગ, વલસાડ, સુરત, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

દક્ષિણમાં ધોધમાર

વરસાદના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. દમણગંગા નદી બે કાંઠે નદી કિનારાનાં ગામોને સાવચેત રહેવા તંત્રએ સૂચન આપ્યું છે. મધુબન ડેમની સપાટી વધતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અલર્ટ આપવામાં આવ્યું છે. મધુબન ડેમમાં નવા નીરમાં સતત વધારો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ મુંબઈઃ આવ્યો રે વરસાદ...મુસીબતો લાવ્યો રે વરસાદ..જુઓ મુંબઈકર્સની મુશ્કેલીઓ

17 રાજ્યોમાં આગાહી

ફક્ત ગુજરાત જ નહીં હવામાન વિભાગે દેશન 17 રાજ્યોમં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ આગામી 3થી 4 દિવસ સુધી દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દેશના ઉત્તર પૂર્વ, દક્ષિણ અને પસ્ચિમ દરિયાકિનારે ભારે વરસાદની આગાહી છે.

Gujarat Rains gujarat ahmedabad vadodara surat rajkot news