Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસના બે મામલા સંદિગ્ધ

08 February, 2020 02:57 PM IST  |  Mumbai Desk

Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસના બે મામલા સંદિગ્ધ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમણના સંદિગ્ધ મામલા સામે આવ્યા છે, બન્ને સંદિગ્ધોને સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નથી, તેથી ગભરાવું નહીં પણ સતર્ક રહેવું.

રાજ્યની સ્વાસ્થ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવેલી ત્રણ સભ્યની મેડિકલ ટીમ રાજ્ય સરકારના પ્રયત્ન તેમજ કોરોનાથી બચાવ માટે લેવામાં આવેલા પગલાંથી સંતુષ્ટ છે. રાજ્યમાંથી આઠ સેમ્પલ તપાસ માટે પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ નેગેટિવ છે, જ્યારે ત્રણની રિપોર્ટ આવવાની બાકી છે. ડૉ રવિએ જણાવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાને પબ્લિક હેલ્થ એમરજન્સી ઑફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કરવામાં આવી છે, પણ ગુજરાતમાં કોરોના એકપણ પૉઝિટિવ કેસ નથી. તેને લઈને ગભરાવવાની જરૂર નથી. સરદી, તાવ તેમજ ઉધરસ હોય તો વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. અમદાવાદ એરપોર્ટ પર ચીન અન્ય દેશમાંથી આવનારા દેશી વિદેશી પ્રવાસીઓની સ્ક્રીનિંગ, સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ પણ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સધી ચીનમાંથી 930 પ્રવાસીઓ પાછાં આવ્યા છે. આમાંથી 246 લોકોએ 14 દિવસનું નિરીક્ષણ પીરિયડ પણ પૂરું ક્યું છે.

આ પણ વાંચો : અરમાન અને અનિષાના વેડિંગ રિસેપ્શનમાં કપૂર,અંબાણી,બચ્ચન અને ખાન પરિવારે આપી હાજરી

જયંતી રવિએ જણાવ્યું કે વિશ્વના સૌથી વધારે 99 ટકા કેસ ચીનના વુહાન શહેરમાં છે. આ વાયરસને કારણે મૃત્યુ દર 2 ટકા સુધી પહોંચી ગયો છે. ભારતના કેરળ પ્રાન્તમાં ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત મળ્યા છે, જે નિરિક્ષણમાં રાખવામાં આવ્યા છે. સફદરજંગ હૉસ્પિટલ નવી દિલ્હીના મેડિસિન વિભાગના પ્રો નવંગે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસથી બચાવ માટે બધી જ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજા મેડિકલ કૉલેજ અમદાવાદમાં 30 બેડના હસ્પિટલની વ્યવસ્થાની સાથે આઇસીયૂ, વેન્ટીલેટર, જરૂરી માસ્ક તેમજ 24 કલાક ચિકિત્સકની સુવિધા કરવામાં આવી છે. ડૉ. મનીષાએ જણાવીએ કે ટૂંક સમયમાં જ બીજા મેડિકલ કૉલેજ પર એક કિટ રાખવામાં આવશે, જેથી કોરોનાની તપાસ માટે સેમ્પલ પુણે નહીં મોકલવું પડે.

gujarat coronavirus rajkot ahmedabad surat