અરમાન જૈન અને અનિષા મલ્હોત્રા મુંબઇમાં ભવ્ય રીતે લગ્નબંધનમાં બંધાયા. બન્નેની વેડિંગ રિસેપ્શન પાર્ટી 3 ફેબ્રુઆરી 2020ને સોમવારે રાખવામાં આવી હતી જેમાં અને બોલીવુડ સિતારાઓએ હાજરી આપી, જેમાં કરીના કપૂર, કરીશ્મા કપૂર અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. તો બારાતી તરીકે અરબાઝ ખાન, અતુલ અગ્નિહોત્રી, સોહેલ ખાન, સલમા ખાન પણ જોવા મળ્યા હતા. તારા સુતારિયા, અનન્યા પાંડે, ચંકી પાંડે, ટીના અંબાણી, શ્લોક મેહતા અંબાણી, આનંદ અંબાણી પણ દેખાય હતા. તસવીર સૌજન્ય : યોગેન શાહ