આગામી સાત દિવસ છે આકરા, ગરમીનો પારો પહોંચશે 44 ડિગ્રી

29 May, 2019 08:37 PM IST  |  અમદાવાદ

આગામી સાત દિવસ છે આકરા, ગરમીનો પારો પહોંચશે 44 ડિગ્રી

એક તરફ રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે તે નક્કી નથી. ખેડૂતો સહિત તમામ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. તમામના મનમાં એક જ આશા છે કે ઝડપથી વરસાદ આવે તો ગરમીથી રાહત મળે. જો કે આગમી એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ચોમાસાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. હજી તો કેરળમાં જ ચોમાસું 6 જૂને બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ત્યારે ચોમાસા પહેલા ગરમીનો આખરી રાઉન્ડ રાજ્યના નાગરિકોએ સહન કરવો પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં જબરજસ્ત ગરમી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. આગામી 2થી 3 દિવસમાં જ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં હજી સૂરજ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાથી આગમી એક સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનૌ પારો ઉંચો આવી શકે છે. જ્યારે ગુજરાતમાં હજી સુધી વરસાદના કોઇ પણ એંધાણ દેખાઇ રહ્યા નથી.

આ પણ વાંચોઃ આવ રે વરસાદ, કેરળમાં 6 જૂનથી બેસશે ચોમાસું, ગુજરાતને રાહ જોવડાવશે

આગામી 5 દિવસ હજી ગુજરાતમાં હિટવેવ ચાલુ રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી દર્શાવી. હવામાન વિભાગની માહિતી પ્રમઆમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આકરી ગરમી પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ડીસા સહિતના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર થઈ શકે છે.

 

gujarat news ahmedabad