આવ રે વરસાદ, કેરળમાં 6 જૂનથી બેસશે ચોમાસું, ગુજરાતને રાહ જોવડાવશે

Published: May 29, 2019, 14:33 IST | ગાંધીનગર

ઉનાળો તેની ચરમસીમા પર છે. જબરજસ્ત ગરમીને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા જાતભાતના ઉપાયો છતાંય તાપ દઝાડી રહ્યો છે.

ઉનાળો તેની ચરમસીમા પર છે. જબરજસ્ત ગરમીને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા જાતભાતના ઉપાયો છતાંય તાપ દઝાડી રહ્યો છે. દૂર દૂર સુધી હજી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે હવામાન વિભાગ પણ ગજરાતમાં વરસાદ ક્યારથી પડશે તે અંગે મગનું નામ મરી નથી પાડી રહ્યા. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું શરૂ થાય ત્યાર બાદ જ ગુજરાતમાં ક્યારથી વરસાદ પડશે તેનો અંદાજ લગાવી શકાય.

હવામાન વિભાગની ગણતરી પ્રમાણે આ વર્ષે કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસું બેસી જશે. ચોમાસું કેરળ સાથે ટકરાયા બાદ ગુજરાતમાં વરસાદ અંગે અંદાજ લગાવી શકાશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પહેલી બીજ જૂનના રોજ કેરળમાં ચોમાસું શરૂ તઈ હોય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું 6 દિવસ મોડું પહોંચી શકે છે.

મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે 6 જૂનથી કેરળમાં ચોમાસું વિધિવત બેસવાની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગની માહિતી પ્રમાણે મે મહિનામાં દક્ષિણ અંદમાન વિસ્તારમાં ચોમાસાની અસર શરૂ થઈ ચૂકી છે. હાલ પરિસ્થિતિ સાનુકુળ છે. ત્યારે ચોમાસુ આ જ મહિનામાં અંદમાનના ત્રીજા ભાગમાં પણ પહોંચી જશે. જો આ જ ગતિએ ચોમાસુ આગળ વધશે તો છઠ્ઠી જૂનથી કેરળમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. બાદમાં ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં વરસાદ શરૂ થતો હોય છે. જો કે હવામાન વિભાગ કેરળમાં પહેલો વરસાદ પડ્યા બાદ જ ગુજરાતની તારીખનો અંદાજ લગાવશે.

આ પણ વાંચોઃ દુષ્કાળથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર પર થશે કૃત્રિમ વરસાદ

મળતી માહિતી પ્રમામે આગામી 5 દિવસ હજી ગુજરાતમાં હિટવેવ ચાલુ રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી દર્શાવી. હવામાન વિભાગની માહિતી પ્રમઆમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આકરી ગરમી પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ડીસા સહિતના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK