અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે ફ્રી પાર્કિગ, હાઈકોર્ટનો આદેશ

10 July, 2019 12:12 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે ફ્રી પાર્કિગ, હાઈકોર્ટનો આદેશ

મોલ મલ્ટીપ્લેકસમાં પાર્કિંગ અંગે લાંબા સમયથી ચાલી રહેલા કિસ્સામાં હવે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસુલવા પર રોક લગાવી છે અને આ જગ્યાઓએ ફ્રી પાર્કિંગ માટે આદેશ આપ્યો છે. જો મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે તો સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરના પગલાં લઈ શક્શે.

ઉલ્લેખનીય છે કે આ મુદ્દો ગત વર્ષે ઓક્ટોબરથી ચર્ચાઈ રહ્યો હતો. તે સમયે ઓક્ટોબર 2018માં હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બાબતે સુનાવણી દરમિયાન પાર્કિંગ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી હતી. જો કે તે સમયે પણ હાઈકોર્ટે પહેલા એક કલાક સુધી પાર્કિંગ ફ્રી રાખવાની જોગવાઈ કરવા કહ્યું હતું. એક કલાક બાદના સમય માટે ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ નક્કી કરાયો હતો.

આ પણ વાંચોઃ જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને

પાર્કિંગ મામલે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્રએ હાથ ધરેલી કાર્યવાહીમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓ પર મુલાકાત લેનાર વ્યક્તિઓ માટે મફત પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા. જેને કારણએ મોલ મલ્ટીપ્લેક્સમાં વસુલાતા પાર્કિંગ ચાર્જ પર હોબાળો તયો હતો. ચાર્જ લેનાર એકમો સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવ્યા હતા. જેની સામે કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.

gujarat news ahmedabad